ઉના તાલુકાના કેશરીયા ગામે કોબ, મોટા ડેસર જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
ભારતીય જનતા પક્ષએ વિકાસ નો વિશ્વાસ આપતો, રાષ્ટ્રભક્તિ અને જનસેવા ની પરંપરા ધરાવતો પક્ષ હોવાનું જણાવી જીલ્લા તાલુકા પંચાયતોના ભાજપના ઉમેદવારને સમર્થન આપી કમળને વિજયી બનાવવા સાસંદ રાજેશભાઈ ચુડાસમા એ હાકલ કરી હતી.
સાસંદ રાજેશભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે વિકાસની અનુભુતિ ગ્રામ પંચાયતોથી માંડીને જીલ્લા તાલુકા પંચાયતો પણ અનુભવે છે અનેક વિકાસ કાર્યો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની હવાલે મુકવામાં આવ્યા છે જે ભારતીય જનતા પાર્ટીની વિકાસ નિતીનો પરિચય આપે છે.તેમ ઉમેરી જનસેવા નું કામ કરતા ભારતીય જનતા પાર્ટીને હવે જનસમર્થન આપવાનો સમય આવ્યો છે તેને નિષ્ઠા પુર્વક નિભાવી કમળને વિજયી બનાવવા અપીલ કરી હતી.
આ સભામાં ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી માનસિંહભાઈ પરમાર, ઉનાના માજી ધારાસભ્ય અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કે.સી.રાઠોડ,સામતભાઈ ચારણીયા.લખમણભાઈ બાંભણિયા.રૂડાભાઈ શિંગોડ.બાબુભાઈ ચૌહાણ તેમજ કોબ, મોટા ડેસર જીલ્લા પંચાયત તાલુકા પંચાયત બેઠકનાં ગામોના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ આગેવાનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી.