Mon. Mar 8th, 2021
             

રાજકોટ શહેર રાજવી પરિવારના માંધાતાસિંહ વર્ધમાનનગર ખાતેની મુરલીધર હાઈસ્કૂલમાં મતદાન કર્યું.*

*રાજકોટ શહેર તા.૨૧/૨/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર રાજ્યની ૬ મહાનગરપાલિકાઓ માટે મતદાન પક્રિયા શરૂ છે. સવારથી મતદાન મથકો પર મતદારોની ભીડ જોવા મળી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી ઓછું મતદાન અમદાવાદ શહેરમાં નોંધાયું છે. પહેલા નંબર પર જામનગર છે. જ્યાં અત્યાર સુધીમાં ૧૫.૪૫ ટકા મતદાન થયું છે. રાજકોટ શહેરમાં ૧૨.૭૯ ટકા મતદાન થયું છે. જ્યારે અમદાવાદમાં ૭.૧૩ અને વડોદરામાં ૧૨.૫૭ ટકા મતદાન થયું છે. તો સુરતમાં ૧૦.૨૪ ટકા, ભાવનગરમાં ૧૩.૪૯ ટકા મતદાન નોંધાયું છે. રાજકોટ શહેરના રાજવી પરિવારના માંધાતાસિંહ પણ આજે પરિવાર સહ મતદાન કરવા પહોચી ગયા હતા. તેઓ તેમની ખાસ વિન્ટેજ કારમાં પરિવાર સાથે જઈ લોકશાહીનાં પાવન પર્વની ઉજવણી કરી હતી. પેકકાર્ડ ક્લીપર નામની ૧૯૪૭નાં વર્ષની વિન્ટેજ કારમાં ઠાકોર માંધાતાસિંહજી પરિવાર સાથે રણજીત વિલાસ પેલેસ ખાતેથી નિકળ્યા હતા. બાદમાં પેલેસ રોડ થઈ વર્ધમાનનગર ખાતેની મુરલીધર હાઈસ્કૂલમાં જઈને મતદાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *