સુખસર તા 21

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં 28 ફેબ્રુઆરી 2021 ના રોજ તાલુકા- જિલ્લા પંચાયતનિ ચુંટણી યોજાનાર છે. જેમાં તાલુક પંચાયતની અઠાવીસ બેઠકો તથા જિલ્લા પંચાયતની છ બેઠકો માટે કોંગ્રેસ-ભાજપ તથા અન્ય પક્ષો વચ્ચે ચૂટણિ જંગ ખેલાનાર છે. અને તમામ પક્ષો દ્વારા કયાંકને ક્યાંક ટિકીટ ફાળવણીમાં ઉમેદવારોને અન્યાય થયો હોવા બાબતે કેટલીક જગ્યાએથી બૂમો ઉઠી રહિ છે. ત્યારે કેટલાક ઉમેદવારોને બાદ કરતા કોઈ પણ પક્ષનાં અનેક ચોક્કસ ઉમેદવારોની બહુમતિથિ જિત થશે તેમ છાથિ ઠોકીને કહિ શકે તેમ નથી.
જ્યારે ગણતરી મુજબના પરીણામ ના પાસા અવળા પડે તેમ જણાઈ રહ્યું છે. ફતેપુરા તાલુકામાં આવનાર ગણતરીના દિવસોમાં તાલુકા -જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારની ચૂટણી યોજાનાર છે.ત્યારે હાલ તાલુકાનાં ઉમેદવારો સહિત તેમના ઠેકેદારો ચુંટણી પ્રચારનાં રંગે રંગાઈ ચુક્યાં છે.
