ગુજરાત કોંગ્રેસ એક દિવસે મતગણતરી કરવાને લઈ લડી લેવાના મૂડમાં હતી. પણ હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ કોંગ્રેસની માગ પર પાણી ફેરવી દીધું હતું. ગુજરાત હાઈકોર્ટે એક દિવસ મતગણતરીની અરજી ફગાવી દીધા બાદ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોંગ્રેસની આ અરજીને સુપ્રી કોર્ટે ફગાવી દીધી છે. એનો મતલબ કે 23 ફેબ્રુઆરીના રોજ છ મહાનગરપાલિકા માટે ચૂંટણી ગણતરી થશે.