Tue. Mar 9th, 2021
             

રાજ્યના કૃષિ-ખેડૂત કલ્યાણ વિભાગને બે-બે ગૌરવ સિદ્ધિનું સન્માન-પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ગ્રિવન્સીસ રિડ્રેસલ-ફરિયાદ નિવારણની શ્રેષ્ઠતા માટે ભારત સરકારનો એવોર્ડ આદિજાતિ ક્ષેત્ર દાહોદ જિલ્લાને ફાળ

ભારત સરકારની મહત્વાકાંક્ષી ખેડૂત કલ્યાણ યોજના કિસાન સન્માન નિધિના

બે વર્ષના સફળ અમલીકરણ પૂર્ણ થવા અવસરે તા.ર૪ ફેબ્રુઆરીએ રાજ્યના

કૃષિ-ખેડૂત કલ્યાણ વિભાગને એવોર્ડ એનાયત થશે દેશના ૭૧૮ જિલ્લામાંથી ૧પ જિલ્લાઓની વિવિધ ત્રણ કેટેગરીના એવોર્ડઝ માટે પસંદગી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજની મહેનત રંગ લાવી દાહોદ જિલ્લાને પી.એમ-કિસાન સ્કીમમાં ઓનલાઇન ગ્રિવન્સીસ રિડ્રેસલની ૯૮.૪૦ ટકા સિદ્ધિ માટે મળ્યું ગૌરવ સન્માન ૨૧૨૧ ઓનલાઇન અરજીઓમાંથી ૨૦૮૭નો ત્વરિત નિકાલ કરતો દાહોદ જિલ્લો

 

ગુજરાતમાં પાકના વાવણી વિસ્તાર અને નુકશાનીની ગણતરી માટે જિઓ-સ્પાટીઅલ ટેકનોલોજીના ઉપયોગ માટે ગુજરાતને ટેકનોલોજી ઇનોવેશન એવોર્ડ અપાશે

 

રાજ્ય સરકારના કૃષિ-ખેડૂત કલ્યાણ વિભાગને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તેમજ કૃષિ ક્ષેત્રે ટેકનોલોજી ઇનોવેશન માટે એમ બે-બે પ્રતિષ્ઠિત એવોર્ડ સન્માન પ્રાપ્ત થયા છે.

ભારત સરકારની મહત્વાકાંક્ષી ખેડૂત કલ્યાણ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ગુજરાતના આદિજાતિ ક્ષેત્ર દાહોદ જિલ્લાને ગ્રિવન્સીસ રિડ્રેસલ-ફરિયાદ નિવારણની શ્રેષ્ઠતા માટે કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યના કૃષિ સચિવ શ્રી મનિષ ભારદ્વાજે આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં પાકના વાવણી વિસ્તાર અને નુકશાનની ગણતરી-ક્રોપ એરિયા એસ્ટિમેશન એન્ડ લોસ એસસમેન્ટ માટે જિઓ સ્પાટીઅલ ટેકનોલોજીના ઉપયોગ માટે પણ ગુજરાત રાજ્યને જિઓ-સ્પાટીઅલ ટેકનોલોજી ઇનોવેશન એવોર્ડ FICCI દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતના આદિજાતિ વિસ્તાર દાહોદ જિલ્લાને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગ્રિવન્સીસ રિડ્રેસલ-ફરિયાદ નિવારણ કેટેગરીમાં શ્રેષ્ઠત્તમ દેખાવનો જે એવોર્ડ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, તેની ભૂમિકા પણ કૃષિ સચિવે આપી હતી.

દેશના ખેડૂતોની આવક વધારવાના હેતુસર ખેડૂત પરિવારોને સહાયરૂપ થવા કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની ફેબ્રુઆરી-ર૦૧૯થી શરૂઆત કરી છે.

આ મહત્વાકાંક્ષી યોજના અન્વયે ખેડૂત પરિવારને વાર્ષિક કુલ રૂ. ૬૦૦૦ની સહાય ડી.બી.ટી. મારફતે દર ચાર મહિને રૂ. ર૦૦૦ના સમાન હપ્તામાં ત્રણ વાર ચુકવવામાં આવે છે.

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે કહ્યું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના સફળ અમલીકરણના બે વર્ષ પૂર્ણ થવા અવસરે ભારત સરકારે દેશના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના જિલ્લાઓમાં આ યોજનાના અમલની શ્રેષ્ઠતા માટે વિવિધ ત્રણ કેટેગરીમાં એવોર્ડ આપવાની જાહેરાત કરી છે.

સમગ્ર દેશના ૭૧૮ જિલ્લાઓ પૈકી ૧પ જિલ્લાઓને આ ત્રણ કેટેગરી અંતર્ગત ઉત્કૃષ્ટ દેખાવ માટે એવોર્ડ મેળવવા પસંદગી પામ્યા છે.

તદઅનુસાર, ગુજરાતના આદિજાતિ વિસ્તારના જિલ્લા દાહોદને ગ્રિવન્સીસ રિડ્રેસલ એટલે કે ફરિયાદ નિવારણ અન્વયે પી.એમ. કિસાન પોર્ટલ દ્વારા મળેલી ૨૧૨૧ ઓનલાઇન અરજીઓમાંથી ૯૮.૪૦ ટકા એટલે કે ર૦૮૭ અરજીઓના નિકાલ માટે ગ્રિવન્સીસ રિડ્રેસલ માટે બેસ્ટ પરફોમન્સનો એવોર્ડ જાહેર થયો છે. તા.ર૪ ફેબ્રુઆરી બુધવારે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આ એવોર્ડ રાજ્ય સરકારને એનાયત કરવામાં આવશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ પારદર્શીતાથી મળી રહે તે માટે ખેડૂતોને સંપૂર્ણ આધારકાર્ડ પ્રમાણભૂત સહાય ચુકવણી તથા ગ્રિવન્સીસ રિડ્રેસલ અને ફિઝીકલ વેરીફીકેશન એમ ત્રણ કેટેગરીમાં કેન્દ્ર સરકારે એવોર્ડ જાહેર કરેલા છે. એવોર્ડ દાહોદ જિલ્લામાં ૯ તાલુકાના ર,ર૬,૭૪૩ કિસાન પરિવારોને આ યોજના તહેત સહાય આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ ખેડૂત પરિવારના તમામ સભ્યોની સંયુકત માલિકીની ખેડાણલાયક જમીનમાં બે હેકટર સુધીની જમીન ધરાવતા કુટુંબોને સહાય આપવાની મર્યાદા પણ જૂન-ર૦૧૯થી દૂર કરી તમામ ખેડૂતોનો આ સહાયમાં સમાવેશ કર્યો છે.

આ એવોર્ડ ઉપરાંત ફિક્કી જિઓ- સ્પાટિયલ એક્સલન્સ ઇન ગવર્નંન્સ, જિઓ- સ્પાટિયલ ટેકનોલોજી ઇનોવેશન અને ફિક્કી જિઓ- સ્પાટિયલ એક્સલન્સ ઇન બિઝનેશ એપ્લિકેશન એમ ત્રણ કેટેગરીમાં એવોર્ડની જાહેરાત FICCI દ્વારા કરવામાં આવી છે. આ એવોર્ડમાં એક માત્ર સરકારી વિભાગ તરીકે ગુજરાત સરકારના કૃષિ-ખેડૂત કલ્યાણ વિભાગને એવોર્ડ મળ્યો છે.

શ્રી રાજે ઉમેર્યું કે, દાહોદ જિલ્લામાં કિસાન સન્માન નિધિ યોજનામાં મળેલી ફરિયાદોમાં મુખ્યત્વે નામ સરખા ના હોવા, આઇએફએસસી કોડ ના હોવા, બેંકના ખાતા નંબર બરોબર ના હોવા, આધાર સાથે મિસમેચ થવા સહિતના કારણોમુખ્ય હતા.

ખેડૂતોની આ ફરિયાદો નિવારવા માટે. શ્રી રાજે અભિયાન ઉપાડ્યું હતું. ખાસ કરીને લોકડાઉનના સમયમાં ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાને રાખીને આ અભિયાન ઉપાડવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સુથારની ટીમે આ જટીલ લાગતું કાર્ય સતત કર્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ એમ પણ કહ્યું કે, ફરિયાદો મળ્યા બાદ ઘણા કિસ્સાઓમાં ગાંધીનગર અને દિલ્હી સુધી સંબંધિત કચેરીઓ સાથે સતત સંપર્કમાં રહી તેનો સફળતા પૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યંિ હતું. આ માટે પ્રતિ પખવાડિયે બેઠક કરવામાં આવતી હતી. અમે લોકડાઉનના સમયમાં ખેડૂતોને મદદરૂપ થઇ શક્યા એ અમારા માટે સંતોષની વાત છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *