Thu. Mar 4th, 2021
             

રોહિત દરજી. સુખસર
ફતેપુરા તાલુકાના આફવાના અસ્થિર મગજના આધેડને બચકરિયા ગામે વીજ કરંટ લાગતા મોત.

ફતેપુરા તાલુકાના આફવાના અસ્થિર મગજના આધેડને બચકરિયા ગામે વીજ કરંટ લાગતા મોત: બહેનના ઘર નજીક આવેલા થ્રી ફ્રેઝ ઇલેક્ટ્રીક લાઈટના થાંભલા ઉપર ચડતાં કરંટ લાગવાથી નીચે પટકાતા સુખસર સરકારી દવાખાનામાં સારવાર દરમિયાન મોટ નિપજ્યું.
ફતેપુરા તાલુકામા આફવા ગામે રહેતા અસ્થિર મગજના કારણે થ્રી ફ્રેઝ ઇલેક્ટ્રીક લાઈટના થાંભલા ઉપર ચડી જતા વિજ કરંટ લાગવાથિ જોશભેર જમીન ઉપર પટકાયેલા આધેડને ઇજાઓ થતા તાત્કાલિક 108 ઍમ્બુલંસ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વીજ કરંટ લાગી પટકાતા થયેલ ઇજાઓ ના કારણે આધેડનું મોત નિપજવા પામેલ હોવાનુ જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના આફવા ગામના આફવા મુવાડી ફળિયા ખાતે રહેતા મનાભાઈ કચનાભાઈ વળવાઈ ઉંમર વર્ષે 65 ખેતીવાડી દ્વારા ગુજરાન ચલાવતા હતા. જેઓ છેલા દસેક વર્ષથી મગજની અસ્થિરતાથિ પીડાતા હતા. જેઓ અવાર નવાર ઘરેથી ક્યાંક નિકળી જતા હતા. અને પરત ઘરે આવતા હતા. તેવી જ રીતે આજરોજ સવારના ઘરેથી નીકળી ગયેલ.ત્યારબાદ બચકરિયા ગામે રહેતી તેમની પૌત્રી રેશમબેન રશીકભાઈ ડામોર ના ઘર બાજુ ગયેલા જ્યાં માનાભાઈ વળવાઈ ઇલેક્ટ્રિક થ્રી ફેઝ જીવંત વીજલાઈનના થાંભલા ઉપર મગજની અસ્થિરતા કારણે ચડી જતાં ડાબા હાથે કરંટ લાગતા થાંભલા ઉપરથી નિચે પટકાયા હતા. અને તેઓને ગંભીર ઇજાઓ પોહચવા પામી હતી. જેથી તાત્કાલિક 108 ઍમ્બુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન માનાભાઈ વળવાઈનું મોત નિપજવા પામેલ જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *