વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પોલિટેકનિક કોલેજ ખાતે શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવી હતી. જે બાદ EVM મશીનની મતગણતરી શરૂ કરવામાં આવી હતી. મતગણતરીની શરૂઆત પહેલાં જ એજન્ટોએ માસ્ક પહેર્યા વિના તથા સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા એજન્ટો અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને એજન્ટોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો હતો.