રોહિત દરજી.સુખસર
દાહોદ જિલ્લાવાસીઓની જીવાદોરી સમાન દાહોદ-ઉજ્જૈન મેમુ ટ્રેન 27મી ફેબ્રુઆરીના રોજથી દોડતી થઈ શકે છે પરંતુ ઔપચારિક રીતે હાલ એલાન કરવામાં આવ્યુ નથી ત્યારે જૉ આ ટ્રેન ફરી ચાલુ થશે તો મુસાફરોને હાલ ભોગવવી પડતી મુશકેલીમાં ઘણા અંશે રાહત મળી શકે તેમ છે.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર ઉજ્જૈન-દાહોદ મેમુ તેમજ દાહોદ-વડોદરા મેમુ પોતાના નવા રૂપ રંગમાં તા 27ફેબ્રુઆરી થી પુન: રીતે શરૂ થઈ શકે છે. કોરોના વૈશ્વિક મહામારીને કારણે લોકડાઉનમાં રેલ ગાડી પણ થંભી ગઈ હતી ત્યારે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જીવાદોરી સમાન અને તે પણ ખાસ દાહોદ-પંચમહાલ-મહીસાગર-વડોદરા સહિતના તમામ મુસાફરો માટે લાઈફ લાઈન ગણાતી મેમુ ટ્રેન પણ થંભી ગઈ છે.કોરોના વૈશ્વિક મહામારીમા ટ્રેનો પણ ચાલુ થવા માંગતી નહતી મુસાફરોને અવર જવરમાં હાલમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. પરંતુ મેમુ ટ્રેન ફરી ચાલુ થશે આ વાત સાંભળીને જીલ્લાવાસીઓને આનંદની લાગણી છવાઈ ગઈ છે. વધુ જાણવા મલ્યા અનુસાર, આ મેમુ ટ્રેન આગામી આદેશો સુધી નવીન નંબરોથી તેમજ ગાડી પુરી રીઝર્વ રહેશે. મેમુ ટ્રેનમાં સમયમાં ફેરફાર કરવામાં કરવામાં આવ્યો છે. આ ટ્રેન ઉજ્જૈનથી સવારમાં 5.30 કલાકે ઉપડી 6.55 કલાકે નાગદા, નાગદાથિ 7.10 કલાકે ઉપડી 8.10 કલાકે રતલામ પહોચશે. રતલામથી 8.20 કલાકે ઉપડી 9.15 કલાકે બામણી 10.30 કલાકે મેઘનગર અને 10.45 કલાકે દાહોદ પહોંચશે. દાહોદથી મેમુ ટ્રેન સાંજે 5.25 કલાકે ઉપડી ઉજ્જૈન માટે રવાના થશે. ગાડીનાં સમયમાં ફેરફાર થઈ શકે તેવી સંભવના હોઇ શકે છે.