ગુજરાતની 6 મહાનગર પાલિકામાં જીત બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કાર્યકર્તાઓને સંબોધિત કર્યું

             

અમદાવાદઃ ખાનપુર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કાર્યકર્તાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગત 2015માં 142નો રેકોર્ડ તોડીને 159 પહોંચ્યા છીએ. આપણે ટાર્ગેટ સુધી પહોંચી શક્યા નથી. આપણો લક્ષ્યાંક 168 હતો. આપણી કોઈ કમજોર કડી હશે એના પર અત્યારથી જ કામે લાગવું જોઈએ.

પાર્લામેન્ટ્રી બોર્ડમાં કેટલાક કડક નિર્ણય થયા જેના કારણે કેટલાક લોકોને ટિકિટ આપી શક્યા નથી. કેટલાય અનુભવી લોકોએ તમારા માટે એક જ અવાજે જગ્યા કરી છે અને તમને જીતાડવામાં મદદ કરી છે, એટલે તેમનો આભાર માનજો. વધુમાં જણાવ્યું હતું કે તમે તમારા દમ પર નથી જીત્યા, પાર્ટીની તાકાત પર જીત્યા છો. કોઇ દિવસ કાર્યકર્તાની ફરિયાદ ન આવવી જોઇએ. જો કોર્પોર્ટર અંગે કોઇ કાર્યકરની ફરિયાદ આવશે તો તેમની સામે પગલાં લેવાશે.

સીઆર પાટીલે આગળ કહ્યું હતું કે આપણા કેટલાક ઉમેદવારો કેમ હાર્યા, કેટલા મતે હાર્યા એની ત્રુટીઓ શોધવી પડશે. આવતીકાલથી જ એના પર કામે લાગીશું. રાજકોટમાં 1 ટર્મ સિવાય 50 વર્ષથી ભાજપનો દબદબો છે અને અમદાવાદમાં પણ 1987 થી સતત ભાજપનો દબદબો છે. પંડિત દીનદયાળ જીના સંકલ્પને પૂર્ણ કરવા કાર્યકારો સતત કામ કરે છે. દરેક તકલીફમાં વિશ્વાસ સાથે લોકો ભાજપના કાર્યકરોને બોલાવે છે

એટલા માટે જ એન્ટી ઈન્કમબંસી આપણને નડતી નથી અને નડવાની નથી, જીતેલા ઉમેદવારોએ આભાર દર્શન શરૂ કરવુ જોઈએ. આવતીકાલથી મતદારોના આભાર દર્શનની શરૂઆત કરો, કારણ કે ભાજપે જે કહ્યું છે તે કર્યું છે. પીએમ મોદી તેનું જીવંત ઉદાહરણ છે. કેટલાય કાર્યકરોના બલિદાન બાદ ભાજપ આ સ્થળે છે અને આજે આપણે આરામથી ચૂંટણી જીતીએ છીએ. કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે એટલે જીત આસાન થઈ છે પણ ભાજપે આવી આસાન જીતની ટેવ પાડવાની નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

JANTANEWS360 બ્રેકિંગ: તકનીકી ખામીને કારણે NSE ટ્રેડિંગ અટકી

Wed Feb 24 , 2021
Post Views: 312               એનએસઈ દ્વારા સંકલિત 11 સેક્ટર ગેજેસના જીવંત ભાવ અવતરણો પણ રાષ્ટ્રીય સ્ટોક એક્સચેંજમાં તકનીકી ખામીને કારણે અપડેટ થયા ન હતા. તકનીકી ખામીને કારણે એનએસઈ પર વેપાર અટક્યો છે કારણ કે સ્પોટ નિફ્ટી અને બેંક નિફ્ટી સૂચકાંકોના જીવંત ભાવ અવતરણોએ અપડેટ […]

Breaking News