સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં 10 વર્ષની બાળકી સાથે ઘર નજીક રહેતા યુવકે ઘરમાં ઘુસી છેડતી કરી છે. ગત 27 ફેબ્રુઆરીના રોજ બાળકીના માતા પિતા નોકરીએ ગયા હતા બાળકી ઘરે એકલી હતી ત્યારે નરાધમ આરોપી સૂરજ પાંડેએ બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપતા બાળકીએ ના પાડી ઘરે ચાલી ગઈ હતી. ત્યારબાદ નરાધમ બાળકીના ઘરે જઈ બાળકી સાથે  બળજબરીથી શારીરિક અડપલાં કર્યા હતા. બાળકીએ બુમો પડતાં આસપાસનાં લોકો દોડી આવી નરાધમને પકડી પોલીસ હવાલે કર્યો હતો. પાંડેસરા પોલીસ આરોપી સૂરજ પાંડેને પકડી પોલીસ મથકે લઈ ગઈ હતી. બાળકીના  માતા પિતા પાંડેસરા પોલીસ મથકે પહોચ્યા બાદ પોલીસે તેમના પાસેથી મોબાઈલ નંબર લઈ આવતી કાલે બોલાવીશું તેમ જણાવી બાળકીના મામા પિતાને ઘરે મોકલી આપ્યા હતા. પરંતુ બીજા દિવસે આરોપી સૂરજ પાંડે છુટ્ટી જતા પરિવારના લોકો રોષે ભરાયા હતા.

બાળકીને ન્યાય આપવા આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 17 ના કોર્પોરેટર ધર્મેશ ભંડારી મદદે આવ્યા હતાં. આજ રોજ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી બાળકી અને બાળકીના પરિવાર સાથે મુલાકાત કરી હતી આમ આદમી પાર્ટી કોર્પોરેટર સહિત કાર્યકર્તાઓ ન્યાય આપવા ખાત્રી આપી હતી. ધર્મેશ ભંડારી જણાવ્યું હતું કે, જ્યાં સુધી બાળકીને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખી આપની લીગલ સેલની ટિમ બાળકીના અને તેના પરિવારને ન્યાય આપવા મદદ કરશે વધુમાં આપ પાર્ટીના કોર્પોરેટર ધર્મેશ ભંડારીએ પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પાંડેસરા ખાતે નાની બાળકી સાથે બળજબરી છેડતીની ઘટનામાં પોલીસે આરોપી વિરુદ્ધ 151ની કલમ લગાવી છોડી મૂકવામાં આવ્યો હતો. પરંતુ રાજકારણ વચ્ચે આવતાં હાલ તો પાંડેસરા પોલીસે આરોપી સૂરજ પાંડે વિરુદ્ધ 354નો ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો

તથા

મિત્રોને મોકલો

https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt

Leave a Reply

Your email address will not be published.