જનતા ન્યુઝ

નવી દિલ્હી, તા. 5 માર્ચ, 2021, શુક્રવાર
ઘાસ ચારા ગોટાળાના વિવિધ કેસ અંતર્ગત જેલની સજા કાપી રહેલા બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ કિડની સહિતની બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે અને હાલમાં તેમને સારવાર માટે દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે હવે તેમને બીજો ઝાટકો લાગ્યો છે. દિલ્હી એમ્સમાં સારવાર માટે તેમને ચાર સપ્તાહનો સમય તો અપાયો છે પણ આ સમયગાળો તેમની સજામાં ઉમેરવામાં આવશે. આમ તેમની સજા બીજા ચાર સપ્તાહ માટે લંબાવાઈ છે.
જેલના અધિક્ષક હામિદ અખ્તરના કહેવા પ્રમાણે લાલુ પ્રસાદને સારવાર માટે જેલ આઈજી તરફથી દિલ્હી એમ્સમાં મોકલવાની રજા અપાઈ હતી પણ તેમની તબિયતને જોઈને ડોક્ટરોએ બીજા ચારેક સપ્તાહનો સમય વધારે માંગ્યો છે. જોકે તેની સાથે તેમની સજા પણ લંબાવી દેવાઈ છે.
આ સિવાય લાલુ પ્રસાદ યાદવના ફોન પ્રકરણમાં જેલના કેટલાક કર્મચારીઓની લાપરવાહી સામે આવી છે. આ સંદર્ભમાં તેમના પર કાર્યવાહી પણ કરવામાં આવશે. કર્મચારીઓની લાપરવાહીના કારણે લાલુ સુધી મોબાઈલ પહોંચ્યો હોવાનો તપાસ સમિતિના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.
ત્રણ ચારા કેસમાં લાલુ પ્રસાદને પહેલા જ જામીન મળી ચુકયા છે અને બીજા એક મામલામાં જામીન અરજી પર હજી સુનાવણી ચાલી રહી છે.
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
