વડોદરા ફાયરબ્રિગેડે ગુરુવારે પશ્ચિમ વિસ્તારના 5 કોમ્પ્લેક્સને ફાયર એનઓસી ન હોવાથી વીજ જોડાણ કાપી સીલ માર્યાં હતાં. જે કોમ્પ્લેક્સ શુક્રવારે વીજ જોડાણ વગર કાર્યરત રહ્યા હતા.ફાયરબ્રિગેડની કડક કાર્યવાહીને પગલે કોમ્પ્લેક્સના વેપારીઓએ ફાયર NOC મેળવવા, જરૂરી સાધનો લગાવવા દુકાનો પાસે સ્ક્વેર ફીટના રૂા. 20થી 30 ઉઘરાવી રૂા. 15 લાખ જેટલો ખર્ચો પ્રત્યેક કોમ્પલેક્સમાં કરી વીજ જોડાણ મેળવવા તજવીજ હાથ ધરી છે. બ્લ્યૂ ડાયમંડ કોમ્પ્લેક્સના વેપારી સંદીપ દેસાઈએ જણાવ્યું કે, મોટાભાગની દુકાન બંધ છે, અડધા ભાડુઆત છે ત્યારે બિલ્ડર દ્વારા મેન્ટેનન્સની વ્યવસ્થા ન થતાં નવેસરથી પૈસા ઉઘરાવવા પડશે.

ફાયરબ્રિગેડે અમારી લેખિત બાંયધરી લઈ વીજ જોડાણ આપવું જોઈએ. વેપારીઓને કોરોનામાં નુકસાન થયું છે ત્યારે આ મુશ્કેલીમાં ઉમેરો કરનાર છે.ફાયરબ્રિગેડ દ્વારા જૂના કોમ્પ્લેક્સની ફાયર એનઓસી રિન્યુ ન થતાં પાલિકાને લાખોની લાગત બાકી હોવાનું પ્રકાશમાં આવતાં નવી બિલ્ડિંગો માટે નવો નિયમ અમલી બનાવાયો છે. જેમાં ફાયરબ્રિગેડ બિલ્ડર પાસેથી 1 લાખ 30 વર્ષની લાગત પેટે લે છે. જૂના 350 કોમ્પ્લેક્સના વર્ષના 3 હજાર અને 500 પેનલ્ટી લેખે લાખો વર્ષોથી બાકી છેે.
ફાયરના નિયમોની પૂર્તતા કર્યા વગર વીજ જોડાણ નહીં અપાય
આગ લાગે ત્યારે ફાયરબ્રિગેડનાં સાધનો જઈ શકે તેવી જગ્યા, પ્રોપર પાર્કિંગ અને ફાયરબ્રિગેડને લગતાં સાધનો સહિતના તમામ પાસાઓની પૂર્તતા નહીં થાય ત્યાં સુધી 5 કોમ્પ્લેકસના વીજ જોડાણ ફરી જોડવામાં નહીં આવે. – પાર્થ બ્રહ્મભટ્ટ, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
