અંબાજીમાં ખાતે સી.આર પાટીલના આગમનને લઇ ને તૈયારીઓ પૂરજોશમાં..

312 Views

ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે સી.આર પાટીલ કાલે વહેલી સવારે અંબાજી આવી માં અંબે ના દર્શન કર્યા બાદ ઉત્તર ગુજરાતના પ્રવાસની અંબાજી થી શરૂઆત કરવાના છે ત્યારે અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ માં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સી.આર પાટીલ ભાજપ ગુજરાતના નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર જ્યારે અંબાજી માં અંબે નાં દર્શન માટે અંબાજી આવવાના છે ત્યારે ભાજપા નાં કાર્યકર્તાઓ પણ સી.આર પાટીલના આગમન ને લઇ અને સ્વાગતની તૈયારીઓમાં જોડાઇ ગયા છે. મંદિર શક્તિદ્વાર્ થી ડી.કે. સર્કલ સુધીનો માર્ગ ભાજપા નાં ઝંડાઓ થી સુશોભિત કરવા. માં આવ્યો છે સમગ્ર માર્ગ પર જગ્યા જગ્યા એ સી.આર પાટીલ સહિત ભાજપના આગેવાનોના બેનર પોસ્ટર લગાવામાં આવ્યા છે શહેરમાં ઠેર ઠેર ભાજપના ઝંડા લગાવવામાં આવ્યા છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે અંબાજી ના કાર્યકર્તાઓ માં પણ સી.આર પાટીલ નું સ્વાગત કરવા માટે આતુર જોવા મળી રહ્યા છે તથા અંબાજી ખાતે સી.આર પાટીલ ના આગમનની તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે..

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *