અંબાજી ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સોશીયલ ડિસ્ટન્સનો ભંગ…

101 Views

ગુજરાત ભાજપ પ્રદેશ અઘ્યક્ષ  સી.આર.પાટીલ સાહેબ જ્યારે 3 તારીખ થી અંબાજીથી ઉત્તર ગુજરાતમાં પ્રવાસ શરૂ કરવાના છે ત્યારે તેની તૈયારીઓને લઈ પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી અમરતભાઈ દવે અંબાજીના સ્થળોની મુલાકાત લેવા આવ્યા તે સમયે સોશિયલ ડિસ્ટનસ નો ભંગ થયો હતો જ્યારે હજી સી.આર.પાટીલ ની આગમન ની તૈયારીઓમાં જ્યારે કાર્યકર્તાઓ જ સરકારી ગાઈડ લાઈન નો ભંગ કરતા હોય તો શું c.r. પાટીલ આવશે ત્યારે નિયમોનું પાલન કરાશે કે પછી કેમ તે પ્રશ્ન હાલમાં જ ચર્ચાસ્પદ બન્યો છે એટલું નહીં અંબાજી મંદિરના શક્તિદ્વાર આગળ અને ડી.કે. સર્કલ પર જગ્યાનું નિરીક્ષણ કરવા આવ્યા તે દરમિયાન જ સોશિયલ ડિસ્ટનસ ના ધજાગરા ભાજપ પ્રદેશ મહામંત્રી અને જિલ્લામાં મહામંત્રી ની હાજરીમાં જોવા મળ્યા હતા શું જે રીતે સૌરાષ્ટ્રમાં સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ થયો તે રીતે ઉત્તર ગુજરાતમાં પણ થશે કે પછી વહીવટીતંત્ર કંઇક આયોજન કરશે તે બાબત હાલમાં ચર્ચાસ્પદ બની છે..

અહેવાલ:- રિતિક સરગરા, અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *