Mon. Oct 7th, 2024

અંબાજી પોલીસ ની સુંદર કામગીરી, અંબાજી પોલીસ રૂ.૧૬,૭૦,૪૦૦ નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો..

*અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી*

ટાટા કંપનીની ૪૦૭ ગોલ્ડ ટેમ્પો ગાડી નં. GJ-24-X-2533 માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી અંબાજી પોલીસ બોર્ડર રેન્જ આઈ.જી.પી.જે.આર.મોરથલીયા સાહેબ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધીક્ષક તરુણ દુગ્ગલ સાહેબ તથા ડી.વાય.એસ.પી. આર. કે. પટેલ સાહેબ પાલનપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જેથી જે.બી.આચાર્ય પો.ઈંન્સ. અંબાજી તથા અ.હેડ.કોન્સ રાજેન્દ્રકુમાર સુરજીભાઈ તથા અ.હેડ.કો હીતેન્દ્રકુમાર ઉમાજી તથા અ.પો.કો જયેશકુમાર ગણપતલાલ તથા ડ્રા.પો.કો સીધ્ધરાજસીહ માનસીહ વિગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે અંબાજી પોલીસ સ્ટેશન વીસ્તારમાં પી.સી.આર વાન પેટ્રોલીંગ હતા તે દરમ્યાન ભોલેનાથ માર્બલની સામે રોડની સાઇડમા એક સફેદ કલરની ટાટા કંપનીની ૪૦૭ ગોલ્ડ ટેમ્પો ગાડી નં. GJ-24-X-2533 ની શંકાસ્પસ્દ રીતે બીનવારશી હાલતમા બાવળની ઝાડી નીચે પડેલ હોઈ અને ઉપર કાળા કલરની તાડ પત્રી ઢાંકેલ હોઈ જે ટેમ્પો ગાડીની તાડ પત્રી ખોલી જોતા અંદર ભારતીય બનાવટનો વીદેશી દારુની પેટીઓ નંગ-૩૦૦ બોટલ નંગ-૭૪૮૮ જેની કી.રૂ.૧૬,૭૦,૪૦૦/ તથા ટાટા કંપનીની ૪૦૭ ગોલ્ડ ટેમ્પો ગાડીની કીંમત રૂપીયા ૫,૦૦,૦૦૦/ એમ કૂલ કીંમત રૂપીયા ૨૧,૭૦,૪૦૦/ નો* બીનવારશી હાલમતા મળી આવતાં સદરી ગોલ્ડ ટેમ્પોના ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Related Post

Verified by MonsterInsights