Thu. Nov 7th, 2024

અજબ-ગજબ / ઉંદરોએ વાઈન શોપમાં દારૂની 12 બોટલો ખાલી કરી ગયા

તમિલનાડુમાં વાઈન શોપમાં ઉંદરોએ 12 બોટલ દારૂ ખાલી કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
જ્યારે કંપનીના કર્મચારીએ સોમવારે તામિલનાડુના નિલગિરી જિલ્લામાં સરકારી વાઇન શોપ પર દુકાન ખોલી હતી, ત્યારે તેમને જાણવા મળ્યું કે વાઈનની 12 બોટલો ખાલી છે. આ દુકાન લોકડાઉનના કારણે લાંબા સમય સુધી બંધ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે કર્મચારીએ દુકાન ખોલી ત્યારે તેણે જોયું કે દારૂની 12 બોટલના ઢાંકણા ખુલ્લા છે અને બોટલ સંપૂર્ણ ખાલી હતી.

બોટલ પર ઉંદરોના દાંતના નિશાન પણ મળી આવ્યા હતા. બોટલ સંપૂર્ણપણે ખાલી થઈ ગઈ હતી. કર્મચારીએ આ બાબતની જાણ તેના ઉપરી અધિકારીઓને કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલાની તપાસના આદેશ અપાયા હતા.

તપાસમાં માલૂમ પડ્યું છે કે દુકાનમાં ઉંદરોની ભરમાર હતી અને તેમણે જ વાઈનની બોટલો ખાલી કરી નાંખી છે.

Related Post

Verified by MonsterInsights