ઉદ્ બિલાવ એક એવું જાનવર છે જે છેલ્લા કેટલાક સમયથી વિલુપ્ત થવાની કગારે પહોંચ્યું છે. હવે આ દિવસોમાં ઈંગ્લેન્ડના એક પાર્કમાં સારા સમાચાર આવી રહ્યા છે. જે પછીથી આખી દુનિયામાં આ સમાચારે ચર્ચા વધારી છે. તેની કિમતી રૂંવાટીને કારણે ઉદબિલાવ પ્રસિદ્ધ છે.
પાર્કના અધિકારીઓનું કહેવું છે કે તેઓ ઉદ્ બિલાવના જન્મની વાત પહેલેથી જ જાણતા હતા. અને વસંત ઋતુમાં નર દ્વારા તેની માદા ની આસપાસ વધારે લાકડીઓ અને વનસ્પતિને ઘસડીને લાવાનું ચાલુ કરી દીધું હતું.
ઈંગ્લેન્ડના એક્સમૂરમાં 400 વર્ષ પછી પ્રથમ વખત ઉદ્ બિલાવના બચ્ચાંનો જન્મ થયો છે. આ નાના ઉદ્ બિલાવને કેમેરા ફૂટેજમાં હોલ્નિકોટ એસ્ટેટના એક મોટા વાડામાં પોતાની માતા સાથે ફેમિલી લોન્જમાં તરતા જોવા મળ્યો હતો.
પાર્ક અધિકારીઓએ કહ્યું કે તેઓ ઉદ્ બિલાવના જન્મની વાત પહેલેથી ખબર પડી ગઈ હતી. હોલ્નિકોટ એસ્ટેટના રેન્જર કર્મચારીએ જણાવ્યું હતું કે ઉદ બિલાવના જન્મ પહેલા માદાએ પણ પોતાનો વર્તન બદલી નાંખ્યો હતો. તેની વર્તણૂંક બદલાઈ ગઈ હતી. અને નર ઉદ બિલાવને એકલો કામ કરવા માટે છોડી દીધો હતો.
પાર્કના રેન્જર્સ આ જોઈને ખૂબ ખુશ હતા કે માદાની પાસે પોતાનું એક બચ્ચું છે. અને તે પોતે જ નાની ઉંમરમાં એકલી થઈ ગઈ હતી. બ્રિટનમાં 16મી શતાબ્દીમાં તેના માંસ, ફર અને ગંધ ગ્રંથિઓ માટે ખૂબજ ઝડપથી તેનો શિકાર કરવામાં આવ્યો. જેના લીધે આ વિલુપ્ત થવાની કગાર પર પહોંચી ગયા.