ગુજરાતના કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે પોલીસ વિભાગ નવતર પ્રયોગ કરવામાં જઇ રહ્યો છે. જેમાં ખાનગી કંપનીની ઈમ્યુનિટી બૂસ્ટર ટેબ્લેટ પોલીસ કર્મીઓને આપવામાં આવશે.આ ટેબલેટ 1 મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય તેવી વ્યવસ્થા છે.
રાજ્યમાં કોરોના દરમિયાન અનેક પોલીસકર્મીના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.
ત્યારે કોરોનાની સંભવિત ત્રીજી લહેર અગાઉ પોલીસ વિભાગ સાવચેતીના ભાગરૂપે આનો પ્રયોગ કરશે.
જેમાં પ્રાથમિક ધોરણે રાજ્ય પોલીસ વડા ઈમ્યુનિટી બૂસ્ટર ટેબ્લેટ આપવામાં આવશે તેમજ પોલીસ ભવન ખાતેના પોલીસકર્મીને ઈમ્યુનિટી બૂસ્ટર ટેબ્લેટ આપવામાં આવશે. તેની બાદ રાજ્યના તમામ પોલીસ કર્મીઓને આ ઇમ્યુનિટી બુસ્ટર ટેબલેટ આપવામાં આવશે.