અમદાવાદ : ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની 2016 માં હત્યા કરવામાં આવી હતી. હત્યા મામલે અમદવાદની સિટી સિવિલ કોર્ટમાં હત્યા અંગે સુનાવણી હાથ ધરવામાં આવી જેમાં કેસને લાગતાં દસ્તાવેજો અને સાક્ષીઓને ચકાસ્યા બાદ ચુકાદો 22 જુલાઇ પર મુલતવી રાખવામા આવ્યો છે.
સુનાવણી પૂરી થયા બાદ જ આરોપી સાથે જેલ પરિસરમાં ધક્કામુક્કી થઈ હતી. મૃતક ચંદ્રકાંત મકવાણાના મિત્ર અને પરિવાર દ્વારા આરોપી સાથે ઝપાઝપીના પ્રયાસના કરવાના દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016 ની 20 એપ્રિલે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યા કરવામાં આવી હતી.