અમરાઈવાડી માં રહેતા સંજયભાઈ રાજપૂત રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના મોટાબાપાના દીકરા જયસિંગના વાહનની ડેકીમાંથી રૂપિયા 2.65 લાખની ચોરી થઈ હતી અને તે બાબતે અમરાઈવાડીમાં ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં અંધશ્રદ્ધા નો અનોખો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે થોડા સમય અગાઉ અમરાઈવાડી વિસ્તારમાંથી વાહનમાં મુકેલા અઢી લાખથી વધુની રકમ ચોરી થઇ હતી. જેમાં ત્રણેક શકમંદ તરીકે બતાવતા પોલીસે તપાસ કરી હતી. પણ બાદમાં યુવકના પરિચિત લોકોએ એક ભુવો 24 કલાકમાં ચોરી બાબતે કોણ જાણે છે ક્યાં પૈસા હશે તેવું કહી બતાવે છે.

જેથી યુવક ત્યાં ગયો અને શકદાર લોકોને ભુવાએ જોઈને સીંગદાણા આપ્યા હતા. જે સિંગદાણા ખાતા એક યુવકની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં ખસેડાયો જ્યાં યુવકે કેફી પદાર્થ ખાધો હોવાથી ઝાડા ઉલટી થઈ હોવાનું કહેતા યુવકે ભુવા સામે ફરિયાદ નોંધાવી છે.
અમરાઈવાડી માં રહેતા સંજયભાઈ રાજપૂત રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના મોટાબાપાના દીકરા જયસિંગના વાહનની ડેકીમાંથી રૂપિયા 2.65 લાખની ચોરી થઈ હતી અને તે બાબતે અમરાઈવાડીમાં ફરિયાદ નોંધાવી હતી. તે વખતે શકદાર તરીકે સુરેન્દ્રસિંહ ચૌહાણ નું નામ લખાવ્યું હતું.

આ સુરેન્દ્રસિંહને પોલીસે પૂછપરછ કરતાં આ સુરેન્દ્રસિંહએ પોલીસને જણાવ્યું હતું કે ચોરીમાં ગયેલા પૈસાની જાણ તેને તથા સંતોષ તથા ગબ્બર તથા દિલીપ અને પ્રદીપને કરી હતી. ત્યારે 31 મેના રોજ સાંજે સંજયભાઈ રિક્ષા લઈને અમરાઈવાડી પાસે આવ્યા હતા તે વખતે તેમના મોટાબાપાના દિકરા જયસિંગ તથા તેના મિત્ર પ્રદીપ પાંડે તથા મિત્ર ચિરાગ તથા ગબ્બર નામના લોકો હાજર હતા.

તે વખતે પ્રદીપે સંજયભાઈને જણાવ્યું હતું કે તેના મિત્ર ટકાભાઈએ તેને જણાવ્યું છે કે તેના મિત્રને ચોરી થઈ હતી. જેને ગોમતીપુર ખાતે એક ભૂવાજી ને બતાવતા ભૂવાજીએ 24 કલાકમાં ચોરીમાં ગયેલી વસ્તુ મળી ગઈ હતી. એટલે એમને પણ લાગ્યું કે રૂપિયા પરત મળી જાય જેથી રિક્ષામાં બેસી ગોમતીપુર સામે આવેલા મેલડી માતાના મંદિર ખાતે આવતા વિજય નાડિયા નામના ભુવાજી પાસે ગયા હતા અને તેઓએ જણાવ્યું હતું કે તમારા પૈસા ચોરી થયા હતા ત્યારે કોણ-કોણ હાજર હતું તે તમામને અહીં લઈને આવો. જેથી બાદમાં જે તમામ લોકોને ચોરીમાં ગયેલા પૈસાની જાણ હતી તે તમામ લોકોને ત્યાં બોલાવ્યા.

બાદમાં ભુવાજી એ રૂપિયા 24 કલાકમાં મળી જશે અને તમારું કામ થઈ જાય તો 51 હજાર મંદિરમાં આપી દેવાનું નક્કી કર્યું. જેથી સંજય ભાઈએ જણાવ્યું હતું કે તેઓને સંતોષ તથા એક વ્યક્તિ અને ગબ્બર ઉપર શંકા છે. ભુવાએ પાંચ મિનિટમાં ચમત્કાર મળી જશે તેમ કહી સંજયભાઈ ના મોટા બાપા ના દીકરા પાસેથી 10 રૂપિયા લઈને તેના માણસ પાસે કાચી સિંગ દાણા મંગાવી મંદિરના ઓટલે જઈ બેસી ગયા હતા.

થોડીવારમાં સિંગ દાણા ખાવા માટે આપતા સંજયભાઈ સિંગ દાણા ખાઈ ગયા હતા. ત્યારબાદ ગબ્બર ને બોલાવી સિંગદાણામાં કઈ ભેળવી ગબ્બરને ખાવા માટે આપતા અન્ય લોકોને પણ આ સિંગ દાણા ખાવા આપ્યા હતા. બાદમાં ભુવાજી એ જણાવ્યું કે પેટમાં બળતરા થવા લાગે તે ચોર સાથે મળેલો છે તેવુ સમજી લેવું. ત્યારે સંતોષભાઈ ને પેટમાં બળતરા થતા સંજયભાઈને ભુવાજીને પેટમાં બળતરા થતી હોવાનું કહેતા ભુવાએ સંતોષ ભાઈને પૂછતાં તે કઈ જાણતા ન હોવાનું કહ્યું હતું.

બાદમાં થોડા સમય બાદ સંતોષભાઈના પત્ની તેઓના ઘરે આવ્યા હતા અને જણાવ્યું કે સંતોષ ની તબિયત ખૂબ જ ખરાબ થઇ છે તેને દવાખાને લઈ જવાનો છે. જેથી 108 માં લઈને તેઓને શારદાબેન હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ડોક્ટરે જણાવ્યું કે કોઇ કેફી પદાર્થ પીધેલો હોવાથી ઝાડા ઉલ્ટીઓ થાય છે. જેથી આ મામલે સંજયભાઈ એ ભુવાજી વિજય નાડિયા સામે ગુનો નોંધાવતા ગોમતીપુર પોલીસે ગુનો કરવાના ઈરાદે વ્યથા પહોંચાડવાની કલમ હેઠળ ફરિયાદ નોંધી ભુવાજી વિજય નાડિયા ની પોલીસે ધરપકડ કરી છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page