Sat. Oct 5th, 2024

અમદાવાદની “THE 3RD EYE YOGA CENTRE”માં કરવામાં આવી ગુરુ પૂર્ણિમાની ઉજવણી

  • “THE 3RD EYE YOGA CENTRE”માં કરવામાં આવી ગુરુ પૂર્ણિમાની ઉજવણી
  • આજે બાળકોને ગુરુ મહિમા સાથે સાથે અનેક સંસ્કારોથી પણ કરાયા અવગત 
  • નાના બાળકોએ સંસ્થાની ગુરુ માં એવા અંજુ સમતાનીની ગુરુ મહિમા કરી
  • છેલ્લા 5 વર્ષથી મણીનગરમાં કાર્યરત છે આ યોગા સેન્ટર 
  • નાના બાળકોથી લઈને તેમના મમ્મી-પાપા પણ આવે છે યોગા શીખવા 

 

આજે છે ગુરુ પૂર્ણિમા . આદિગુરુ મહર્ષિ વેદ વ્યાસની જન્મતિથિ અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ગુરુની પૂજા કરીને, તેમનું સન્માન કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે. ગુરુના માર્ગદર્શનથી માત્ર જીવનને યોગ્ય દિશા જ મળે છે એવું નવથી પરંતુ તેમના આશીર્વાદ વ્યક્તિને સફળ પણ બનાવે છે. એટલે જ કહેવાય છે કે ગુરુ દીક્ષા વગર વ્યક્તિના જાપ, પૂજા પાઠ નિષ્ફળ રહી જાય છે.

એવામાં અમદાવાદની “THE 3RD EYE YOGA CENTRE”માં કરવામાં આવી ગુરુ પૂર્ણિમાની ઉજવણી. યોગા શીખવા આવતા નાના બાળકો થી લઈને તેમના માતા પિતાએ સંસ્થાની ગુરુ માં એવા અંજુ સમતાનીની ગુરુ મહિમા કરી હતી સાથે સાથે પુરોહિતજી એ ગુરુ પૂર્ણિમાનો મહત્વ અને મહિમા વિષે બધાને અવગત કાર્ય હતા.આ આ આખો કાર્યકર્મ કાજલ સંગ્વાની દ્વારા મેનેજ કરવામાં આવ્યું હતું.
 

Related Post

Verified by MonsterInsights