Ahmedabad – તા. 26/052021ના રોજ ઈસનપુર વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ સમયે બાતમીન મળેલ હતી કે અંગ્રેજી દારૂ ભરેલ ગાડી પસાર થનાર છે. પોલીસ પેટ્રોલીંગ વૉચ દરમિયાન સિફ્ટ ડિઝાયર સફેદ કલરની પસાર થઈ હતી. તે ગાડીને રોકીને ચેકીંગ કરતા તેમાં 319 નંગ અંગ્રેજી દારૂની બોટલો અને 24 નંગ બિયરની ટીન મળી આવેલ હતી.
અંગ્રેજી દારૂ લઈ જનાર ત્રણ આરોપીઓ પકડાયા છે. તેઓને તાત્કાલિક ધોરણે ધડપકડ કરી લેવામાં આવી હતી. વધુ તપાસ માટે ડી સ્ટાફ પીએસઆઈ ડી જે લકુમ સાહેબને સોપવામાં આવેલી છે. આ દારૂની હેરફેરમાં બીજા ચાર લોકો પણ સંકડાયેલા છે તેવી બાતમી પ્રાપ્ત થઈ છે.
ચારમાંથી બે રાજસ્થાનના અને બે અમદાવાદના હોય તેવું જાણવાં મળેલ છે. સિફ્ટ ડિઝાયર ગાડીમાં કોઈપણ નંબર પ્લેટ ન હોવાથી તેનો માલિક કોણ છે તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ગાડીના ચેસીસ નંબરથી તાપસ કરવામાં આવશે.