Fri. Oct 4th, 2024

અમદાવાદમાં ફરી એક વખત હેવાનિયતની હદ વટાવતો કિસ્સો વાડજમાં બન્યાનું સામે આવ્યું

અમદાવાદમાં ફરી એક વખત હેવાનિયતની હદ વટાવતો કિસ્સો વાડજમાં બન્યાનું સામે આવ્યું છે. નવ વર્ષીય બાળકી સાથે પરિચિત ગેરેજ ચલાવતા એક શખ્સે ખરાબ દાનતથી બાળકી સાથે અડપલા કર્યા. જોકે આસપાસના લોકોએ આ હરકત જોઇ જતા પોલીસને જાણ કરીને આરોપીને પોલીસ હવાલે કર્યો હતો.

ફરિયાદની હકીકતની વાત કરીએ તો, વાડજ વિસ્તારમાં પેપર પસ્તીનો વ્યવસાય કરી ઘરનું ગુજરાન ચલાવતા પરિવાર પર આભ તૂટ્યું. પરિવારની સૌથી નાની ૯ વર્ષીય દીકરી સાથે નજીકમાં જ ગેરેજ ચલાવતા શખ્સે હેવાનિયતભર્યું કૃત્ય કર્યું છે.

આ સાથે જ સમગ્ર વિસ્તારમાં આ હેવાન સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. નવ વર્ષની બાળકી જ્યારે સાયકલ લઇ પોતાના ઘર આસપાસ ફરતી હતી તે દરમ્યાન ગેરેજ માલિકે બાળકીને બોલાવી હતી. એટલુ જ નહિ, તેણે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા.

બાળકી રડતા રડતા ઘરે પહોંચી હતી હેવાનના ચુંગલમાઁથી છૂટેલી બાળકી માતાપિતા પાસે પહોંચી છે. બાળકી રડતા રડતા ઘરે પહોંચી હતી. તેની માતાએ આ વિશે પૂછતા ગેરેજ માલિક મોતી કનોજીયાએ કરેલી હરકતની વાત કરી હતી. બાદમાં આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા સ્થાનિકોએ ગેરેજ ચલાવતા મોતી કનોજીયાને પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી છે.

Related Post

Verified by MonsterInsights