પોસ્ટ વિભાગની સરાહનીય કામગીરી, સારવાર માટે લાખોની રકમનો ચેક ગણતરીના કલાકોમાં ક્લિયર કરી આપ્યો
કોરોના અને મ્યુકોરમાઈકોસિસ બીમારીમા મોટા પાયે ખર્ચ થઇ રહ્યો છે. લોકો બચતના નાણા ખર્ચીને પણ સારવાર કરાવે છે. ત્યારે અમદાવાદમાં મ્યુકરમાઈકોસિસની સારવાર માટે અરજન્ટ નાણાની જરૂરીયાત પડતા પોસ્ટ વિભાગે દર્દીના પીપીએફ ખાતામાં રહેલા નાણાનો 17 લાખનો ચેક માત્ર અઢી કલાકમાં દર્દીના પરિવાર સુધી પહોંચતો કર્યો છે.
બોપલ વિસ્તારમાં રહેતી મહિલાને પોસ્ટ કોરોના બાદ મ્યુકરમાઈકોસિસની બિમારી લાગુ પડી. જેથી મહિલાને નવરંગપુરાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી. આ મહિલાએ પોસ્ટના પીપીએફના નાણાની રકમ ઉપાડવાનો નિર્ણય કર્યો. મહિલા હોસ્પિટલ જઈ શકે તેમન હોવાથી પતિએ પોસ્ટ ઓફિસરને રજૂઆત કરી અને પોસ્ટમેન દ્વારે વેરીફિકેશન કરાવી મહિલાને અઢી કલાકમાં 17 લાખનો ચેક આપી દીધો.