અમદાવાદમાં લુખ્ખા તત્વો બન્યા બેફામ,PSIની સર્વિસ રિવોલ્વર છીનવી લેવાનો કર્યો પ્રયાસ

296 Views

અમદાવાદ ફરી એક વખત લુખ્ખાતત્વો દ્વારા પોલીસ ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી છે. કારંજ વિસ્તારના psi એસ. આઈ. મકરાણી નાઇટ પેટ્રોલિંગ કરતા હતા તે દરમ્યાન ભટિયાર ગલીમા રાતના અંધારામા એક રીક્ષાની અંદર ત્રણ શખ્સો બેસેલા નજરે પડ્યા હતા. પોલીસ ને ત્રણ શખ્સોની હિલચાલ શંકાસ્પદ જણાતા રીક્ષાની અંદર તપાસ કરતા તેમની પાસે લોખંડની એક ફેટ મળી આવી હતી.

જેથી PSI મકરાણી એ અસલમ નવહી નામના શખ્સને પકડી પાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ અસલમ પોલીસથી બચવા psi મકરાણી ઉપર હુમલો કરી દીધો હતો. એટલુજ નહી પણ પોલીસ કે કાયદાનો ડર રાખ્યા વગર PSI ના હાથમા બચકું ભરી લીધુ અને ત્યારબાદ PSI મકરાણીના બેલ્ટમાં ભરાયેલી સર્વિસ રિવોલ્વર છીનવી લેવાનો ભરચક પ્રયાસ કર્યો હતો. પરંતુ psi મકરાણી અને તેમના સાથેના પોલીસકર્મીઓ એ આરોપી સાથે ઝપાઝપી કરતા આરોપી અસલમ PSI મકરાણીની સર્વિસ રિવોલ્વર છીનવામા નિષ્ફળ રહ્યો હતો.  પરંતુ ઝપાઝપી દરમ્યાન PSI મકરાણી નીચે પડી ગયા હતા પણ સદનસીબે કોઈ મોટી ઈજા પહોંચી ના હતી.PSI નીચે પટકાઈ જતા આરોપી અસલમે તેમનો અંગુઠો પકડી લીધો હતો અને તે psi ને છોડતો ના હોવાના લીધે આજુબાજુના લોકો આવી જતા આરોપીને માર માર્યો હતો.

ત્યારબાદ PSI મકરાણીએ તાત્કાલિક સારવાર લીધાબાદ આરોપીઓ ઉપર ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરૃદ્ધ IPC 186, 332, 324 અને GPA એક્ટ 135(1) મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી બાકીના બે ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *