Tue. Sep 17th, 2024

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની,નારોલમાં બોલેરો નીચે કચડાતા એક યુવકનું મોત,એક ઘાયલ

પૂર્વ વિસ્તારમાં પૂર ઝડપે વાહન હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતે મોતના બનાવો વધી રહ્યા છે, ગઇકાલે નારોલથી વિશાલા જવાના રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બોલેરો નીચે કચડાતાં રોડ ક્રોસ કરતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુંં, જયારે અન્ય એક બાઇક ચાલક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

નિકોલ વિસ્તારમાં સહજાનંદ સ્લૂલ પાસે પ્રેરણા બંગલોમાં રહેતા અને પ્રહલાદનગરમાં વ્યવસાય કરતા દિલીપસિંહ હરીવિલાસસિંહ રાજપૂત (ઉ.વ.૨૫)એ ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોલેરો ચાલક સામે ગુનો નોધાવ્યો છે કે ગઇકાલે યુવક બાઇક લઇને નારોલથી વિશાલા જવાના રોડ પરથી પસાર થઇ રહ્યા  હતા. આ સમયે આ સમયે પટેલ મેદાન પાસેથી ૩૦ વર્ષનો યુવક રોડ ક્રોસ કરતો હતો જ્યાં પૂર ઝડપે આવી રહેલી બોલેરો કારના ડ્રાઇવરે પોતાના વાહનના સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં યુવકને ટક્કર મારી હતી. જેથી યુવક કારના વ્હીલ નીચે આવી જતાં માથું ફાટી ગયું હોવાથી કચવાડાથી સ્થળ પર મોત નીપજ્યું હતું.

બીજી તરફ બોલેરોની ટક્કરથી ફરિયાદી યુવક પણ બાઇક સાથે રોડ પર પટાકાયો હતા,જેને કારણે તેઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમના બાઇક પણ ભારે નુકસાન થયું હતું. અકસ્માત સર્જીને વાહન લઇને ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. ટ્રાફિક પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોધી ત્યાં આસપાસમાં લગાડેલા સીસીટીવી ફૂટેજ આધારે ડ્રાઇવરની શોધખોલ તથા મૃતક યુવકની ઓળખ પરખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Related Post

Verified by MonsterInsights