અમદાવદના ઘણા વિસ્તારના વેક્સીનેશન સેંટર પરથી ચોંકાવનારી વાત સામે આવી છે. પાલડી, અર્બન સેન્ટર, એલિસ બ્રિજ, ફતેપુર ગામના સરકારી ગામ, જોધપુર કામેશ્વર સ્કૂલ અને વસ્તાપુર સામુયિક હોલમાં વેક્સીન નથી. અહીં ગેટની બહાર ‘વેક્સીન ઉપલબ્ધ નથી’ ના બોર્ડ લગાવી દીધા છે.
મોટી સંખ્યામાં વેક્સીનેશન સેન્ટર પહોંચી રહ્યા છે. વેક્સીન ખતમ થતાં લોકો પરેશની ભોગવી રહ્યા છે. કારણ કે એક સેંટર પર વેક્સીન ખતમ થતાં લોકો બીજા સેન્ટર પર પહોંચી રહ્યા છે, જેથી ત્યાં ભીડ વધી રહી છે. તેથી લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.
વેક્સીન સેંટર પર વેક્સીન લગાવવા આવેલા કપિલ ઢોલેરિયાએ જણાવ્યું હતું કે સરકારે પર્યાપ્ત માત્રામાં વેક્સીન ઉપલબ્ધ કરાવવી જોઇતી હતી. અમારા વિસ્તારમાં રસીકરણ કેદ્ર તો છેલ્લા ત્રણ મહિનાથી બંધ છે, એટલા માટે અહીં લોકોને અલગ-અલગ સ્થળો પર જવું પડે છે. જ્યારે સરકાર વેક્સીન જાગૃત અભિયાન ચાલી રહ્યું છે તો પહેલાં વેક્સીનની વ્યવસ્થા કરો.