Wed. Sep 11th, 2024

અમદાવાદમાં વેપારીઓ માટે પૂરજોશમાં કોરોના રસીકરણ, 15 ઓગષ્ટ વેપારીઓને રસીકરણમાં મળેલા છૂટછાટનો અંતિમ દિવસ

ગુજરાતમાં કોરોના રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં આજે 15 ઓગષ્ટ વેપારીઓને રસીકરણમાં મળેલા છૂટછાટનો અંતિમ દિવસ છે. ત્યારે અમદાવાદમાં વેપારીઓ કોરોના રસી લઇ રહ્યા છે.

તેમજ બીજા લોકો સાથે વેપારીઓનું પણ રસીકરણ ચાલી રહ્યું છે. જેમાં ગુજરાત સરકારના પરિપત્ર મુજબ 15 ઓગષ્ટ સુધી વેપાર ધંધા સાથે સંકળાયેલા તમામ લોકોએ ફરજિયાત રસીકરણ કરાવે તેમજ તેની બાદ જો વેપારીઓએ રસીકરણ નહિ કરાવ્યું હોય તો કાર્યવાહી કરવામાં આવશે.


જેના પગલે વેપારીઓએ શનિવારે પણ આ સમય મર્યાદા વધારવા માટે સરકાર સમક્ષ માંગ કરી હતી. તેમનું કહેવું હતું કે 80 ટકા વેપારીઓનું રસીકરણ થયું છે . પરંતુ કોરોનાની ઓછી રસી આવતા 20 ટકા જેટલા વેપારીઓનું કોરોના રસીકરણ હજુ બાકી છે.

Related Post

Verified by MonsterInsights