અમદાવાદ : અભિનેત્રી પાયલ રોહતગી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પાયલ રોહતગી સામે સોસાયટીમાં રહેતા ડોક્ટર પરાગ શાહ નામની વ્યક્તિ દ્વારા એફઆઈઆર નોંધાઈ છે.
પાયલે સોશિયલ મીડિયા પર ચેરમેન વિરુદ્ધ વિવાદસ્પદ લખાણ લખ્યું હતું. ડોક્ટરે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પાઇલે વોટ્સએપ ગ્રુપને અશ્લીલ સંદેશા મોકલ્યા છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોમન પ્લોટમાં રમવાની વાતને લઈને ઝગડો અને સોસાયટીના સભ્યોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ પાયલ રોહતગી દ્વારા આપવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.