Sun. Oct 13th, 2024

NCBએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છ કરોડનું કોકેઇન જથ્થો કબજે કર્યો

ગુજરાતમાં નશીલા પદાર્થ પર પાબંધી હોવા છતાં પણ અનેક વાર નશીલા પદાર્થ હેરાફેરીના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે આજે ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ પર કોકેઈનના જથ્થા સાથે એક આફ્રિકનની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી. જેમાં કોકેઈનની કિંમત આંતરરાષ્ટ્રીય ભાવમાં કરોડોની કિંમત હોય છે. આવા નશીલા પદાર્થ પણ અનેકવાર NCB દ્વારા પકડાય છે. અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી અમદાવાદ લાવવામાં આવેલ કોકેઈન 4.2 કિલોના જથ્થા સાથે એક આફ્રિકનની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

અધિકારીઓએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જાંબુ નાગરિકની અટક કરીને તેની પાસેથી 6 કરોડ રૂપિયાની કિંમતનો બે કિલો ગ્રામ કોકેનનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે આરોપીની તલાશી લેતા તેમાંથી કોકેનના જથ્થો મળી આવ્યો હતો. જાંબુ નાગરિક અને આ જથ્થો ક્યાંથી મળ્યો અને કોને આપવાનો હતો તે અંગે એનસીપીના અધિકારીએ વધુ તપાસ હાથ ધરી છે.

આ કોકેઈનનો આંતરરાષ્ટ્રીય ભાવ 6 કરોડનો માનવામાં આવે છે.NCB દ્વારા આ કોકેઈન ક્યાં પહોંચાડવાનું હતું તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. વહેલી સવારે દુબઈથી આવેલી ફલાઈટમાં 2 કિલો કોકેઈન લઈને એક વિદેશી નાગરિક આવી રહ્યો હોવાની બાતમી NCBની ટીમને મળી હતી. જેના આધારે ટીમે એરપોર્ટ પર વોચ ગોઠવી અને તેને ઝડપી લીધો હતો. ઝડપાયેલો વિદેશી નાગરિક જોન હેંચાબીલા પોતાની સાથે રહેલી હેન્ડબેગમાં આ કોકેઈન ક્યાંથી લાવ્યો અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તે અંગે વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

Related Post

Verified by MonsterInsights