અમદાવાદ : ખોખરામાં લિફ્ટમાં ફસાતા 30 વર્ષીય યુવકનું મોત

0 minutes, 0 seconds Read

ખોખરામાં વિસ્તારમાં અનુપમ સિનેમા સામેના શરણમ-6માં 30 વર્ષના યુવાન મંજીત યાદવનું લિફટમાં ફસાતા મોત નીપજીયું હોવાની ઘટના સામે આવી છે. નવી આકાર પામેલી શરણમ-6ના કોમર્શિયલ બિલ્ડીંગમા પહેલા માળે યુવક લીફટમા ફસાયો હતો. જેમાં કરૂણ મોત નિપજ્યું છે.

વિગત મુજબ, ખોખરામાં વિસ્તારમાં અનુપમ સિનેમા સામેના શરણમ-6માં મંજીત યાદવ નામનો યુવક લિફ્ટમાં ફસાયો હતો. ભારેજહેમત બાદ લિફ્ટમાંથી યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ એલ. જી. હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવે તે પહેલા જ તેનુ કરૂણ મોત નીપજીયુ છે. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરાતા પોલીસ કાફલો હોસ્પિટલમાં દોડી આવ્યો હતો.હાલ આ ગોઝારી દૂર્ઘટનાને કારણે આખા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

વધુ વિગતો માટે રાહ જોવાઇ રહી છે…

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights