અમદાવાદ એરપોર્ટ દિવસેને દિવસે આધુનિક અને સુવિધા સભર બનતું જઈ રહ્યું છે. જ્યાં સમયે સમયે મુસાફરોને ધ્યાને રાખી મુસાફરોને લગતી સુવિધા ઉભી કરાય છે. જેમાં અમદાવાદ એરપોર્ટને અદાણી ગ્રુપ ને સોંપ્યા બાદ મુસાફરોની સુવિધાને લઈને અનેક ફેરફાર કરાયા. ત્યારે એરપોર્ટ પર મુસાફરોને ધ્યાને રાખી વધુ એક સુવિધા શરૂ કરાઈ અને તે છે મેડિકલ સ્ટોર.

હવે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરી કરતા લોકોએ દવા લેવા ન તો રાહ જોવી પડશે કે ન તો બહાર જવું પડશે. કેમ કે એરપોર્ટની અંદર જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. એરપોર્ટ ઓથોરિટી પાસેથી મળતી માહિતી પ્રમાણે મુસાફરોની માંગને ધ્યાને રાખીને એરપોર્ટ પર મેડિકલ સ્ટોર શરૂ કરાયાની માહિતી મળી રહી છે. જ્યાં મુસાફરો નામ આપી મોટાભાગની તમામ દવા મેળવી શકશે.

 

જેથી મુસાફરોને ઈમરજન્સી સમયે હેરાન થવાનો વારો ન આવે અને જરૂર પડે દવા મળી રહેતા દર્દીને રાહત મળે તેમજ જીવને અસર થતા પણ બચાવી શકાય. એટલુ જ નહીં પણ એરપોર્ટ પર મેડિકલ સ્ટોર શરૂ કરવાની સાથે મુસાફરોને ધ્યાને રાખી વધુ એક કામગીરી કરાઈ. જેમાં એરપોર્ટ અને મેડિકલ સ્ટોર દ્વારા એરપોર્ટ પર આવતા ટેક્ષી ડ્રાઈવર અને રીક્ષા ચાલકોને તેમજ મુસાફરોને માસ્ક અને સેનેટાઈઝર આપવામાં આવ્યા. જેથી માસ્ક પહેરી અને હાથ સેનેટાઈઝ કરી ચાલક પોતે અને મુસાફર પણ પોતે સુરક્ષિત બની અન્યને સુરક્ષિત કરી શકે.

સામાન્ય રીતે વિદેશ અને મુંબઈ તેમજ દિલ્હી ખાતે એરપોર્ટ પર મેડિકલ સ્ટોર છે પણ ગુજરાતમાં કોઈ એરપોર્ટ પર મેડિકલ સ્ટોર હોવાની માહિતી નથી મળી રહી. ત્યારે હાલમાં ગુજરાતમા અમદાવાદ એરપોર્ટ મેડિકલ સ્ટોર ધરાવતું પ્રથમ એરપોર્ટ બન્યું છે. જે એરપોર્ટ અને અમદાવાદ માટે સારી બાબત છે. જેથી જરૂર સમયે દર્દીને દવા અને મદદ બંને મળી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page