Fri. Nov 8th, 2024

અમદાવાદ / ગુજરાતમાં હોટલ એસોસિએશનની કર્ફ્યૂનો સમય રાત્રે 10 ના બદલે 12 વાગે સુધી કરવાની રાજ્ય સરકારને અપીલ

ગુજરાત માં હોટલ એસોસિએશનને રાજ્ય સરકાર પાસે મહાનગરોમાં કર્ફ્યૂનો સમય રાત્રે 10 ના બદલે 12 વાગે સુધી કરવાની માંગ કરી છે. તેમજ રાત્રે 9ને બદલે 11 વાગ્યા સુધી હોટલ ખુલ્લી રાખવાની પરવાનગી આપવા અપીલ કરી છે.

આ અંગે હોટલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. તેમજ સરકારે લગ્ન પ્રસંગમાં ઓછામાં ઓછા 500 લોકોની છૂટ આપવી જોઇએ તેવી પણ માંગ કરી છે.

આ અંગે રાજ્ય હોટલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે આજે પંદર મહિનાથી વધુ સમયથી અમારો હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ બંધ જેવો જ હતો.

તેમજ હાલ કોરોનાના કેસ ઘટતા અમારી જે ખોટ છે તે ભરપાઇ કરીને આત્મ નિર્ભર બનવાનો સમય છે. ત્યારે સરકારને વિનંતી છે કે અમારા હાલ કર્ફ્યૂનો સમય રાત્રે 10 ના બદલે 12 વાગે સુધી કરવા આવે જેનાથી અમારા ધંધાને યોગ્ય રીતે ચલાવવાનો સમય મળી શકે.

Related Post

Verified by MonsterInsights