અમદાવાદ:જમાલપુર ચાર રસ્તા પાસે રાત્રિ કર્ફ્યુ દરમિયાન એક રિક્ષા ચાલકે ગાયકવાડ પોલીસ મથકના લોકરક્ષક પર છરી વડે જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયો હતો. જાહેરનામાના ભંગ બદલ રિક્ષા ચાલકને રોકી પૂછપરછ કરતા ઉશ્કેરાઇ ગયો હતો. આ દરમિયાન જાનથી મારી નાખવાના ઇરાદે લોકરક્ષક પર છરી વડે હુમલો કરી ભાગી ગયો હતો. આ ઘટના બાદ ગાયકવાડ હવેલી પોલીસે ફરાર રિક્ષા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગાયકવાડ હવેલીમાં ફરજ બજાવતા લોક રક્ષક નરેન્દ્રસિંહ બહાદુકસિંહએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રોજ રાત્રિના સમયે જમાલપુર ચાર રસ્તા પાસે નાઇટ રાઇન્ડ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કલ્યાણ હોટલની સામે જાહેર રોડ પર એક રિક્ષા રોંગ સાઇડથી આવી રહી હતી. જાહેરનામનો બંઘ બદલ રિક્ષા ચાલાકની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા રિક્ષા ચાલાક એકદમ ઉશ્કેરાઇ ગયો અને બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો. તમે પોલીસવાળાઓ કેમ મને રોકો છો મને જવા જવા દો તેમ કહી જપાજપા કરવા લાગ્યો હતો. ઝપાઝપીમાં રિક્ષા ચાલાક નીચે પડી ગયો હતો.
આ દરમિયાન રિક્ષા ચાલાક વધુ ઉશ્કેરાઇ જઇ પાસે રાખેલી છરી કાઢી જાનથી મારી નાખવાના ઇરાદે એક ધા લોકરક્ષક નરેન્દ્રસિંહને મારી દીધો હતો. જો કે બીજો ઘા ગળાની ભાગે મારવા જતા લોકરક્ષક દૂર ખસી ગયા હતા. જો કે નીચે પડી જતાં આરોપીએ વધુ એક ઘા પગના ભાગે મારી ફરાર થઇ ગયો હતો.તો બીજી તરફ લોહીલુહાણ હાલતમાં લોકરક્ષકને નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે ગાયકવાડ પોલીસે આરોપી સામે હત્યાના પ્રાયસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.