Sat. Oct 5th, 2024

અમદાવાદ: દુનિયાનું અતિ જટિલ ઓપરેશન ‘રાજસ્થાન હોસ્પિટલે’ પાર પાડ્યું,મહિલાની આંખમાં છવાયેલો અંધારપટ થયો દુર, મળ્યો નવો અવતાર

અમદાવાદમાં દુર્લભ બિમારીથી પીડિત મહિલા દર્દીની આંખનું જટિલ ઓપરેશન કરી રાજસ્થાન હોસ્પિટલે એક અલગ કિર્તિમાન સ્થાપિત કર્યું છે. રાજસ્થાનની રહેવાસી મહિલા દર્દીની આંખે અંધારપટ છવાવા લાગ્યો હતો. ધીરે ધીરે દેખાતું બંધ થઇ ગયું હતું. રાજસ્થાન હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. સુનિલ શર્મા તેમજ કૈરવ શાહે સફળતાપૂર્વક મહિલાની આંખનું ઓપરેશન કરી ફરી રોશની સ્થાપિત કરી હતી. મહિલાની અચાનક રોશની જતી રહેલાનું મુખ્ય કારણ પાણીની ગાંઠ..જે આંખની પાછળ નાજુક જગ્યાએ બંઘાય છે. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 20 જેટલા કેસ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે અમદાવાદમાં આ પહેલો કેસ છે.

 

 

 

 

 

 

 

રાજસ્થાન જોધપુરની 26 વર્ષીય મહિલાને આંખના દુર્લભ રોગથી પિડાઇ રહી હતી. સપ્તાહમાં આંખોમાં દેખાવાનું બંધ થઈ ગયું હતું. આંખમાં કાળાં ધાબાં દેખાવાં માંડ્યા હતાં. દેખાવાનું થોડું ઝાંખું થઈ ગયું હતું. ત્યારબાદ મહિલાની આંખમાં અંધારપટ છલાઇ ગયો હતો. આ દુર્લભ રોગની સારવાર માટે મહિલાએ અમદાવાદ શહેરની રાજસ્થાન હોસ્પિટલમાં સંપર્ક કર્યો હતો. રાજસ્થાન હોસ્પિટલના ENT HEAD NECK SURGERY ડોક્ટર સુનિલ શર્મા તેમજ NEUROSURGERY ડો. કૈરવ શાહે મહિલાની આંખનું જટિલ ઓપરેશન કરી રોશની પરત લાવી દીધી છે.

 

 

 

આ અંગે ડોક્ટર સુનિલ શર્માનું કહેવું છે કે, આંખના નેત્રપટલ એટલે કે રેટિનાની લોહીની નળી જે વાળ જેટલી એટલે કે 150 માઇક્રોનની હોય છે એમાં પાણીની ગાંઠ બંધાય છે. જેના કારણે દરદીને જોવામાં તકલીફ પડે છે. ત્યાર બાદ સંપુર્ણ રીતે અંધારપટ છવાઇ જાય છે. ડોક્ટરનું કહેવું છે કે, આ પ્રકારની સર્જરી પડકારજનક હતી. આવા પ્રકારના દુર્લભ કેસ આખા વિશ્વમાં 20 જેટલા છે. ત્યારે અમદાવાદમાં આ પહેલો કેસ કહી શકાય. આ પ્રકારના કેસમાં ખૂબજ કાળજી રાખવાની હોય છે. આંખ તેમજ નેત્રપટલના પાછળનો ભાગ ખૂબજ નાજુક હોય છે. જેનું ઓપરેશન કરવું અઘરૂ હોય છે. તેમણે ન્યૂરોસર્જર ડો. કૈરવ શાહ સાથે આ સર્જરી કરીને મહિલાની આંખની રોશની પૂર્વવત કરી.

નોંધનિય છે કે રાજસ્થાન હોસ્પિટલે અતિ જટિલ મહિલાની આંખનું ઓપરેશન કરી એક અલગ જ કાર્તિમાન સ્થાપિત કર્યો છે.

Related Post

Verified by MonsterInsights