Thu. Sep 19th, 2024

અમદાવાદ: નરોડા વિસ્તારમાં અક્ષરધામ સોસાયટીમાં રહેતાં યુવકે વિનાયક પ્લાઝા સોસાયટી પરથી મોતની છલાંગ લગાવી,યુવકે રહસ્યમ્ય રીતે આપઘાત કરતા પરિવારમાં સોકનું મોજું ફરી વળ્યું

નિતેશ બગડા, અમદાવાદ:નરોડા વિસ્તારમાં અક્ષરધામ સોસાયટી માં રહેતા યુવકે બાજુની વિનાયક પ્લાઝા સોસાયટી ના ધાબા પરથી કોઈ અગમ્ય કારણસર મોતની છલાંગ લગાવતા આજુબાજુના રહીશો ને ખબર પડતાં આપઘાત કરનાર ને જોતા ચોકી ગયેલ.

પુત્ર એ આપઘાત કરેલ એ વાતની જાણ તેના માતા-પિતાને થતાં તેમના પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળેલ ઘરના સભ્યોમાં બે બહેનો વરચે એકજ ભાઈ હતો જે ભાઈએ આપઘાત કરતા બહેનો પણ આઘાતમાં પ્રસરી ગઈ હતી વધુ વિગત જાણવા મળતા આપઘાત કરનાર પુત્ર ના હાથમાં ચિઠ્ઠી મળી આવેલ જે લખેલ હતું કે મારા પિતા શ્રી ના મોબાઈલ નંબર પર સંપર્ક કરવો.

મળી આવેલ ચિઠ્ઠી માં પુત્ર એ લખેલ સોરી મમ્મી પપ્પા ગાયત્રી દી, હિરલ દી, બહુજ વહેલા છોડીને જાવ છું તમને બધાને યાદ તો ઘણી આવીસે તમારા બધાની મમ્મી ની પપ્પા ની ગાયત્રી દી, હિરલ દી, પ્રિન્સ આર્યા મેં પૂરો ટ્રાય કર્યો સારો છોકરો અને ભાઈ બનવાનો પણ કદાચ ન બની શક્યો હોઉં એટલા માટે સૉરી કોઈ પણ સારો છોકરો આવી રીતે એના મમ્મી પપ્પાને મૂકી ને ન જાય એવું ના સમજતા કે તમારા માંથી કોઈના લીધે આ પગલું ભરુ છું બસ એતો જીવવું નથી સોરી ધ્યાન રાખજો સોરી એવું ના સમજતા કે ભણવાને લીધે છોડીને જાઉં છું તમારી કંઈજ ભૂલ નથી મારા આ પગલામાં સોરી અને આ બધા ફ્રેન્ડની પણ યાદ આવશે સોરી ભાઈઓ..

આ સ્થળ પર આપઘાત કરનારની જાણ પોલીસને થતા સ્થળ પર ની તપાસ ઘટના માં શુ બન્યું તે માટે ચક્રો ગતિમાન કર્યા યુવક નું મોત નું રહશ્ય હજુ અકબંધ છે જે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

 

Related Post

Verified by MonsterInsights