અમદાવાદમાં ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 34 પૈસા અને ડીઝલના ભાવમાં 17 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
નવા ભાવ વધારાને કારણે અમદાવાદીઓએ પેટ્રોલના પ્રતિ લિટરે 98.30 રુપિયા ચુકવવા પડશે. અને ડિઝલના પ્રતિ લિટરે 96.76 રુપિયાનો ખર્ચ કરવાનો રહેશે.
રાજ્યમાં જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓમાં દુધ બાદ પેટ્રોલ – ડિઝલના ભાવમાં પણ વધારો થતા, હાલ મોંઘવારીનો વધુ એક માર સામાન્ય જનતા પર પડ્યો છે, અને લોકોએ ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે.
બીજા રાજ્યોમાં પેટ્રોલ – ડિઝલના ભાવની વાત કરવામાં આવે તો,નવી દિલ્હીમાં પેટ્રોલ 101.54 રૂપિયા, હૈદરાબાદમાં પેટ્રોલનો ભાવ 105.52 રૂપિયા, જયપુરમાં પેટ્રોલ 108.40 અને ડિઝલનો ભાવ 99.02 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ”સરકારે વધતી મોંઘવારી મામલે જરૂરથી વિચારણા કરવી જોઈએ. કારણ કે, કોરોનાને કારણે અનેક ધંધા રોજગારને માઠી અસર પડી છે. ત્યારે જીવન જરૂરીયાતની ચીજવસ્તુના ભાવ વધતા લોકોએ સહન કરવાનો વારો આવ્યો છે.”