અમદાવાદમાં MD ડ્રગ્સ અને તેના સોદાગરોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. દાણીલીમડા પોલીસે બાતમીના આધારે મુંબઈના બે ડ્રગ ડીલર અને અમદાવાદના યુવક સહિત ત્રણ આરોપીઓને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે.
મુંબઈના ઈરફાન અને સર્જીલ, અમદાવાદના દાણીલીમડામાં રહેતા અને MD અને MD ડ્રગ્સનો વેપાર કરતા રઝીન સૈયદે આ ડ્રગ્સ આ ડ્રગ્સ ડિલરો પાસે મુંબઈથી ડ્રગ્સ વેચાણ માટે મંગાવ્યો હતો.
જે પૈકી બંને ડ્રગ્સ ડિલરો રઝીંનને ડિલિવરી આપવા ગઈકાલે રાત્રે દાણીલીમડામાં આવેલી હોટલ પાસે મળવા આવ્યા હતા. જ્યાં વૉચમાં રહેલી પોલીસે આરોપીઓને ડીલ કરતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.