બારેજામાં મંગળવારે ઘટેલી ગેસ સિલિન્ડર લીકેજ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને નવ થયો છે. મંગળવારે બનેલી ઘટનાના સમગ્ર પરિવાર ભોગ બન્યો હતો, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેમના મૃત્યુ થયા છે. આ તમામ લોકો મધ્ય પ્રદેશના રહેવાસી હતા.
જો એક આ દરમ્યાન હવે સ્થાનિક પોલીસે એફએસએલ(FSL) ની મદદથી આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. જેમાં બારેજામાં ગેસ સિલિન્ડર લીકેજ દુર્ઘટના બની તે રાતના સીસીટીવી પણ સામે આવ્યા છે.
જેમાં દુર્ઘટના બાદ ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ અને રીક્ષા આવતી જોવા મળે છે. જે બાદ તે થોડો સમય બાદ ત્યાંથી પસાર પણ થાય છે.
આ સમગ્ર દુર્ઘટનાના પગલે એમપી સરકાર હરકત આવી છે. તેમજ મૃતકના પરિવારજનોને શિવરાજસિંહ સરકારે ચાર ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તેમજ સીએમ રૂપાણી સાથે આ મુદ્દે વાતચીત પણ કરી છે.