Tue. Sep 17th, 2024

અમદાવાદ : બોગસ પત્રકાર વિરમગામમાં દુકાનદારો પાસે જબરજસ્તી નાણાં ઉધરાવતો ઝડપાયો, પોલીસ ફરિયાદ દાખલ

અમદાવાદ જિલ્લાના વિરમગામના ગોળપીઠા વિસ્તારમાંથી વેપારીઓએ તોડબાજ પત્રકારને ઝડપી લીધો અને તેને ટાઉન પોલીસના હવાલે કર્યો છે. જેમાં બોગસ પત્રકાર હસમુખ વ્યાસ સામે દુકાનદારો અને વેપારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી પ્રમાણે હસમુખ વ્યાસ નામનો આ શખ્સ વાઈબ્રન્ટ લાઈવ ન્યૂઝ ચેનલના નામે ડિસ્કો તેલ-ઘીના વેપારીઓ પાસેથી તોડ કરતો હતો.

તે પત્રકાર તરીકેની ઓળખ આપીને દુકાનદારને કહેતો કે “તમે લોકોને લૂંટો છો, દુકાન સીલ કરાવીને, સમાચાર પ્રસારિત કરી તમારા વિરૂદ્ધ પોલીસ કેસ કરાવીશ સાથે જ તેણે વેપારીઓને ધમકી આપી હતી કે આ બધા ચક્કરમાં ન પડવું હોય તો પતાવટ માટે રૂપિયા 51 હજાર આપો.

જેમાં ડરના માર્યા એક વેપારીએ 21 હજાર અને બીજા વેપારીએ 11 હજાર આપ્યા હતા. જોકે બાદમાં વેપારીઓએ હસમુખ વ્યાસ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે કલમ 384 અને કલમ 114 હેઠળ ગુનો નોંધ્યો છે.

Related Post

Verified by MonsterInsights