Mon. Oct 7th, 2024

અમદાવાદ: મેમ્કો ઓવરબ્રીજ નીચે આવેલા રુના એક ગોડાઉનમાં લાગી આગ,આગ લાગતા જથ્થો ખાખ

અમદાવાદના ઉત્તર ઝોનમાં આવેલ મેમ્કો ઓવરબ્રીજ નીચે આવેલા રુના એક ગોડાઉનમાં ગુરુવારે રાતના ૮.૧૫ના સુમારે અગમ્ય કારણોસર આગ લાગતા આ અંગે ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવી હતી.બે ફાયર ફાઈટર સાથે ફાયરનો સ્ટાફ આગને કાબૂમાં લેવા બનાવના સ્થળે પહોંચી ગયો હતો.

આગને પગલે કોઈ ઈજા કે જાનહાની થવા પામી ના હોવાનું ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.સ્ટેશન ઓફિસર નૈતિક ભટ્ટની પ્રતિક્રીયા મુજબ,ધુમાડો પુષ્કળ પ્રમાણમાં ફેલાઈ જવાથી આગને કાબુમાં લેતા સમય લાગી શકે એમ છે. આગ લાગતા રુનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો

Related Post

Verified by MonsterInsights