Sat. Oct 5th, 2024

અમદાવાદ / રાજ્યમાં અત્યારે 3.5 લાખ રેશનકાર્ડ હાલ પુરતા બ્લોક કરવામાં આવ્યાં, જાણો શું છે કારણ

અમદાવાદ : કોરોનાકાળ દરમિયાન 6 કે 12 મહિના સુધી સસ્તા અનાજનો લાભ ન લેનાર રેશનકાર્ડ ધારકોના કાર્ડ બ્લોક કરી દેવાયા છે. હવે તેમણે ઝોનલ ઓફિસે જઈ ઇ-વેરિફિકેશન કરાવવું પડશે તો જ કાર્ડ ફરી શરૂ થશે. બ્લોક થયેલા કાર્ડધારકોએ 31 ઓગસ્ટ સુધીમાં ઇ-વેરિફિકેશનની પ્રોસેસ કરાવી લેવાની રહેશે. જો પ્રોસેસ નહિ કરે તો તેવા બ્લોક થયેલા રેશનકાર્ડ ધારકોને નોન NFSC કાર્ડમાં કન્વર્ટ કરવામાં આવશે.


છેલ્લા 6 કે 12 મહિનાથી કોઈપણ પધ્ધતિથી રેશન નહીં મેળવનાર આવા રેશનકાર્ડ ધારકોને સાયલન્ટ રેશનકાર્ડ ધારક તરીકે શોધી કાઢવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારે 3.5 લાખ રેશનકાર્ડ સાયલન્ટ કરવામાં આવ્યા છે. આવા રેશનકાર્ડ ધારકોને હાલ પુરતાં તંત્ર દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યા છે જેથી ઓફલાઈન કે ઓનલાઈન કોઈપણ પ્રકારે તેમને રાશન આપવામાં આવશે નહીં.

 

Related Post

Verified by MonsterInsights