અમદાવાદ : ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર વારંવાર ઠપ્પ થઈ રહ્યું છે.એક બાજુ સરકાર ડિજીટલ ઈન્ડીયાની વાત કરે છે તો બીજી બાજુ સરકારી કામોની જ વેબસાઈટોના સર્વર ડાઉન થઈ રહ્યા છે.


નાગરિક પુરવઠા વિભાગનું સર્વર ઠપ્પ થતા સવારથી રાજ્યભરમાં રેશનકાર્ડ ધારકો રેશનિંગનો જથ્થો મેળવવાથી વંચિત રહ્યા છે. હવે જુલાઈ માસના માત્ર ચાર જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે રેશનકાર્ડ ધારકો અને રેશનિંગ સંચાલક વચ્ચે સર્વર ઠપ્પ થતા રકઝકના બનાવો બન્યા. તો સર્વર ઠપ્પ હોવાના કારણે અનેક જગ્યાએ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત રહ્યાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page