Thu. Sep 19th, 2024

અમદાવાદ, વડોદરા અને સુરતમાં શિક્ષકો સર્વેક્ષણમાં રહ્યાં શિક્ષક ગેરહાજર ,શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો

AHMEDABAD : રાજયમાં આજે શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો થયો છે અને આ પાછળ 400 કરોડનો ધુમાડો કર્યો હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે. શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં અમદાવાદ, સુરત અને વડોદરા સહીત તમામ શહેરના સેન્ટરો ખાલીખમ જોવા મળ્યા.

શિક્ષકો સર્વેક્ષણ માટે આવ્યા જ નહીં, શહેરોની શાળાઓમાં એકપણ શિક્ષકો ના આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટે અમદાવાદમાં 87 સેન્ટરો પર 4500 શિક્ષકો માટે સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ આ મોટા ભાગના સેન્ટરો ખાલી રહ્યાં હતા.


સરકારે મોટા ઉપાડે કહ્યું હતું કે સર્વેક્ષણ યથાવત રહેશે, પરંતુ આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો થયો છે અને શિક્ષકોએ આ સર્વેક્ષણનો બહિષ્કાર કર્યો છે. શિક્ષકો તેમની સરકારી શાળામાં હાજર રહ્યાં છે, પરંતુ આ સર્વેક્ષણમાં આવ્યાં નથી. અમદાવાદમાં એલિસબ્રિજ શાળા નંબર-2 માં 39 શિક્ષકો માટે સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સર્વેક્ષણ માટે અહિત તમામ તૈયારીઓ કરવામાં આવી હોવા છતાં એક પણ શિક્ષક આ સર્વેક્ષણ માટે હજાર રહ્યાં નથી. વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરામાં પણ અમદાવાદ જેવી જ સ્થિતિ છે. વડોદરામાં વડોદરા નગર પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલા 800 જેટલા શિક્ષકોએ આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કર્યો હોવાથી વડોદરાના કેન્દ્રો પણ ખાલીખમ જોવા મળ્યા હતા.

Related Post

Verified by MonsterInsights