અમદાવાદ શહેરમાં રવિવાર 30મી જૂનના બપોરના ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયું. શહેરના બે અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર બંધ કરાયા. શહેરભરમાં ભરાયેલ વરસાદી પાણીના નિકાલ માટે સાબરમતી નદી ઉપર વાસણા બેરેજના ચાર દરવાજા ખોલવા માટે તંત્રને ફરજ પડી. દક્ષિણ-મધ્ય ગુજરાતની સાથે સાથે આજે અમદાવાદ શહેરમાં પણ બપોરના સમયે સારો વરસાદ વરસ્યો હતો.
અમદાવાદ શહેરમાં માત્ર દોઢ કલાકના સમયગાળામાં એકધારા વરસાદને કારણે અમદાવાદમાં દર વર્ષે વરસાદી પાણી ભરાતા હોય તેવા પરંપરાગત વિસ્તારોમાં ઉપરાંત અન્ય નવા વિસ્તારોમા પણ વરસાદી પાણી ભરાયું હતું. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકોની હેરાનગતીમાં વધારો થયો હતો. માત્ર દોઢ કલાક વરસેલા વરસાદથી અમદાવાદના અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલા બેરેજના ચાર દરવાજા દોઢ ફુટ સુધી ખોલી દેવામાં આવ્યા હતા.
જ્યારે અમદાવાદના અખબાર નગર અન્ડરબ્રિજ અને મીઠાખળી અન્ડરબ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયુ હતું. અમદાવાદના શેલા વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાયું હતું. મુખ્ય રસ્તા પર દોઢ ફુટ જેટલું પાણી ભરાયું હતું. ક્લબ-O7 પાસે એકથી દોઢ ફુટ સુધી પાણી ભરાયું હતું. આસપાસની સોસાયટીમાં પણ પાણીનો ભરાયેલું જોવા મળયું હતું. સમત્વ સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થતા 2 થી 2.5 ફુટ સુધી પાણી ભરાયેલું જોવા મળ્યું
વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજની કોઈ સુવિધા ન હોવાના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતા. જેમા અનેક લોકોના વાહનો ફસાઈ જતા લોકોએ ધક્કા મારી બહાર કાઢતા જોવા મળ્યા હતા.