Sun. Oct 13th, 2024

અમદાવાદમાં SOGએ ત્રણ દિવસમાં બીજી વખત ડ્રગ્સનો જથ્થો પકડયો,ડ્રગ્સની હેરાફેરી કરતા 5 આરોપી ઝડપાયા

અમદાવાદ: શહેરમાં ત્રણ દિવસમાં બીજી વખત ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. રાજસ્થાનથી ડ્રગ્સ લઈ આવતા પાંચ પેડલરોને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે. ક્રાઇમ એસ.ઓ.જીની ગિરફતમાં રહેલ આરોપી પરવેઝમીયા શેખ, મઝહરખાન પઠાણ, સાજીદહુસેન મલેક, ઇમરાન પટેલ અને મોઇનુદ્દીન કાગઝી ડ્રગ્સ પેડલરો છે. એસ.ઓ.જી પેડલરો પાસેથી એક ગાડીમાં 192.570 ગ્રામ ડ્રગ્સ કુલ 19 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. એસ.ઓ.જી ટિમને બાતમી મળી હતી કે, સારંગપુર બ્રિજ નજીક એક ગાડીમાં ડ્રગ્સ જથ્થો લઈ આવી રહ્યા છે જેના આધારે ગાડી રોકી ચેક કરતા ગાડીમાં પહેલા કઈ મળી આવ્યું ન હતું. જે બાદ ટિમ પાસે ચોક્કસ માહિતી હોવાથી ગાડીને બરાબર ચેક કરતા ગાડીના ગિયર બોક્ષ વચ્ચે ચોરખાનું બનાવ્યું હતું.

જ્યાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ડ્રગ્સની હેરાફેરી કરવા માટે પેડલરોએ નવી ગાડી લઈ અંદર ચોરખાનું બનાવી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. પકડાયેલ પાંચ પેડલરો માંથી મુખ્ય આરોપી મોહમદ પરવેઝમિયાં રાજસ્થાનમાં નઈમ નામના પેડલર પાસેથી ડ્રગ્સ લેવા રાજસ્થાન જતો હતો. છેલ્લા 6 મહિનામાં ચારથી પાંચ વખત ડ્રગ્સ જથ્થો લાવ્યો છે. જે ડ્રગ્સના જથ્થાને લાવી નાની પડકીઓમાં શહેરના કોર્ટ વિસ્તારમાં લોકોને વેંચતા હતા. જેમાં ખાસ શાહપુર અને કારજ વિસ્તારમાં ડ્રગ્સની પડીકી આપતા હોવાનું સામે આવ્યું છે. સાથે જ પકડાયેલ આરોપીઓ ડ્રગ્સના નશાની ટેવ ધરાવે છે. ત્યારે પકડાયેલ આરોપી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તે તપાસ કરવામાં આવી રહી છે.

ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ પેડલરો કોઈ ડ્રગ્સ માફિયાઓ સાથે સંકળાયેલા છે કે, કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે પરતું છેલ્લા 6 મહીનાથી ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાની અન્ય કોની સંડોવણી છે જેની વધુ તપાસ શકરી છે.

Related Post

Verified by MonsterInsights