Sat. Oct 5th, 2024

અમદાવાદ / સારા વરસાદ માટે રાહ જોવી પડશે, રાજ્યમાં 5 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી

અમદાવાદ : હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે. ચાર ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદની તિવ્રતામાં વધારો થઈ શકે છે. રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સામાન્ય વરસાદ જ રહેશે. ગુજરાતમાં હજી પણ 36 ટકા જેટલી વરસાદની ઘટ છે.

ગુજરાતમાં હજી સારા વરસાદ માટે રાહ જોવી પડશે.

હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી 5 દિવસ ક્યાંક હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે.

રાજ્યમાંથી અત્યાર સુધીમાં પડેલા વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો કચ્છમાં 5.51 ઈંચ ઉત્તર ગુજરાતમાં 8.70 ઈંચ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.70 ઈંચ, સૌરાષ્ટ્રમાં 9.25 ઈંચ અને દક્ષિણ ગુજરાતમાં 22.55 ઈંચ સરેરાશ વરસાદ સાથે મોસમનો સરેરાશ 39.18 % વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

Related Post

Verified by MonsterInsights