સિવિલ હોસ્પિટલ માં કોરોનાગ્રસ્ત 10 બાળકોની સર્જરી કરવાની ફરજ પડી હતી, જેમાંથી 9 બાળકો સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે.
દેશભર સહિત રાજ્ય માં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. પ્રથમ લહેર કરતાં બીજી લહેર ખૂબ ઘાતક નિવડી છે. બીજી લહેર માં ઘણા લોકોના મોત થયા હતા. બીજી લહેરમાં યુવાનો અને બાળકોમાં વધુ અસર જોવા મળી હતી. ત્યારે નિષ્ણાતો દ્વારા આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર ની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
કોરોનાની બીજી વેવ માં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 78 બાળકો સંક્રમિત થયા હતા. જેમાં કોરોનાની સારવાર દરમિયાન 8 બાળકોના મોત નિપજ્યા હતા. સિવિલ હોસ્પિટલ માં કોરોનાગ્રસ્ત 10 બાળકોની સર્જરી કરવાની ફરજ પડી હતી, જેમાંથી 9 બાળકો સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે.
તો 1 વર્ષથી ઓછી ઉંમરના 22 બાળકો કોરોનાનો શિકાર થયા હતા. 1 થી 3 વર્ષના 11 બાળકો, 3 થી 5 વર્ષના 15 બાળકો, 5 વર્ષથી 12 વર્ષના 25 બાળકો કોરોના સંક્રમિત થયા હતા. સિવિલમાં કોરોનાગ્રસ્ત થયેલા 78 બાળકોમાંથી 46 મેલ અને 32 ફિમેલ બાળક હતા.
જેને લઈને સુરતમાં છેલ્લા 3 મહિનામાં 10 વર્ષ સુધીની ઉંમર ધરાવતા 1661 બાળકો સંક્રમિત થયા છે. કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ માં 100 બેડની સુવિધા ઉભી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરવામાં આવી છે. જેમાં બાળકોમાં કોરોના સંક્રમણનું જોખમ વધારે હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. બાળ રોગ નિષ્ણાતો ની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં 300 જેટલા અને જિલ્લામાં 100 જેટલા તબીબો ઉપલબ્ધ છે.
શહેર-જિલ્લામાં છેલ્લા 3 મહિનામાં જ 1680 જેટલા બાળકો સંક્રમિત થતા કોરોનાની ત્રીજી લહેરમાં 3 હજારથી વધારે બાળકો સંક્રમિત થાય તેવી સંભાવના છે. જો, કોરોનાના બાળ દર્દીઓની સંખ્યા 3 હજારને આંબી જાય તો 400 જેટલા બાળ રોગ નિષ્ણાતો ઓછા પડી શકે તેમ છે.