અમદાવાદ : શહેરમાં વધુ એક જંગલ બનશે . ગોતા વોર્ડમાં શહેરનું મોટું અને ચોથા નંબરનું જંગલ બનવા જઈ રહ્યું છે.સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી સાથે ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળો બનાવવાના પ્રયાસ શરૂ કરાયો છે.

જે અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી 40 હજાર વારના પ્લોટમાં 65 હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી 8 ઓગસ્ટે વૃક્ષારોપણની શરૂઆત કરશે. મિયાવાકી પદ્ધતિ એ વન નિર્માણનો સરળ અને ઝડપી પદ્ધતિ છે.

મિયાવાકી પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા વધે છે અને જૈવસૃષ્ટિને સંતુલિત થાય છે , આ સાથે જ પક્ષીઓ-જીવજંતુઓ માટે આશ્રયસ્થાન પણ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page