Thu. Sep 19th, 2024

અમદાવાદ : GCCIની ચૂંટણી 20 થી 25 સપ્ટેમ્બર વચ્ચે યોજાવાની શક્યતા

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી 20 થી 25 સપ્ટેમ્બર વચ્ચે યોજાઇ શકે છે. જેમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માસિક કારોબારમાં અધિકારીની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં મંગળવાર સુધીમાં ચૂંટણી અધિકારીના નામની જાહેરાત થઈ શકે છે. અગાઉ, કોરોનાની માર્ગદર્શિકાને પગલે GCCI નું EGM પણ મુલતવી રાખવામાં આવ્યું હતું. તેમજ અત્યારે પણ 400 થી વધારે વ્યક્તિ એકઠા ન કરવાની કોરોનાની માર્ગદર્શિકાને કારણે ચૂંટણી યોજવાને લઈને અસમંજસ છે. આ ચૂંટણીમાં GCCIના 3500 સભ્યો મતદાન કરશે.

Related Post

Verified by MonsterInsights